Monsoon Update: અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ, 7 દિવસની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસું પુનઃ સક્રિય થયું છે. શહેરમાં એસજી હાઈવે (SG Highway) અને ગોતા સહિતના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી માહોલ રહ્યો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનને (Cyclonic Circulation) કારણે આગામી 7 દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશથી 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
Advertisement
Gujarat Rain Forecast: અમદાવાદ (Ahmedabad) શહેરમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં શરૂ થયા છે. ખાસ કરીને એસજી હાઈવે (SG Highway), ગોતા (Gota), રાણીપ (Ranip), અને ચાંદલોડિયા (Chandlodiya) જેવા મુખ્ય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી માહોલ સર્જાયો છે. વાતાવરણમાં આવેલા આ ફેરફારને કારણે સમગ્ર દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ જળવાઈ રહેવાની શક્યતા હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

