Ahmedabad: ગુજરાત યુનિવર્સિટી પોલીસે નકલી PSIને પકડી પાડ્યો
- Ahmedabad: મહેસાણાનો એક આરોપી અમદાવાદમાં રહે છે ત્યાં આપની ગાડી મોકલી આપો
- તપાસમાં સમગ્ર મહેસાણામાં આવા નામનો કોઈ પીએસઆઇ છે
- આરોપી અભ્યાસમાં 12 પાસ હોય તેવું જાણવા મળેલ છે
Ahmedabad: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે નકલી પીએસઆઇને પકડી પાડ્યો છે. જેમાં આરોપી દ્વારા નવરંગપુરા પોલીસને કોલ કરી મહેસાણાનો પીએસઆઈ રાઠોડ બોલુ તેવું કહેવામાં આવ્યું હતુ. ખોટી ઓળખ આપી અને "મહેસાણાનો એક આરોપી અમદાવાદમાં રહે છે ત્યાં આપની ગાડી મોકલી આપો " તેવું જણાવ્યું હતુ. નવરંગપુરા પોલીસે તે એડ્રેસ પરથી ગુજરાત યુનિવર્સિટીની હદ લાગે છે તેવું જાણ કર્યું હતુ.
તપાસમાં સમગ્ર મહેસાણામાં આવા નામનો કોઈ પીએસઆઇ છે
ગુજરાત યુનિવર્સિટી પોલીસે નકલી પીએસઆઇને કોલ કરી માહિતી મેળવી હતી. માહિતી બાદ યુનિવર્સિટી પોલીસને આ વ્યક્તિ પર શંકા જતા તપાસ કરાઈ છે. તપાસમાં સમગ્ર મહેસાણામાં આવા નામનો કોઈ પીએસઆઇ છે જ નહીં તેવું સામે આવ્યું છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આવું કરવા પાછળના કારણમાં તેની પત્નીને ફેસબુક પર કોઈ બિભસ્ત મેસેજ કરતો હતું તેવું જણાવ્યું છે. આરોપી વિરુદ્ધ અગાઉ પાટણ, ખોખરા, મહેસાણા બી ડિવિઝન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.
Ahmedabad: આરોપી અભ્યાસમાં 12 પાસ હોય તેવું જાણવા મળેલ છે
આરોપી અભ્યાસમાં 12 પાસ હોય તેવું જાણવા મળેલ છે. તથા આરોપી જમીન લે-વેચ કરવાનું કામ કરતો હતો. તથા બકુલભાઈ નામના વ્યક્તિ દ્વારા તેના પત્નીને મેસેજ કર્યા હોય તેવું આરોપીનું કહેવું હતું. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, બપોરે 12 થી રાત્રે 8 વાગ્યાની શિફ્ટ દરમિયાન ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓને નવરંગપુરા પોલીસ સ્ટેશન તરફથી એક શંકાસ્પદ કોલ અંગેની પ્રાથમિક જાણકારી મળી હતી. ત્યારબાદ તુરંત જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PSO ડેસ્ક પર એક ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનો પરિચય PSI રાઠોડ, મહેસાણા તરીકે આપ્યો હતો.
વાતચીતની પદ્ધતિને કારણે પોલીસ કર્મચારીઓને શંકા ગઈ
આ નકલી PSIએ પોલીસ પાસે મેમનગર ફાયર સ્ટેશન નજીકના એક ચોક્કસ રહેણાંક સરનામાની વિગતો માંગી અને તે વિસ્તાર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે કે કેમ તેની પુષ્ટિ કરી હતી. સરનામાની ખાતરી થયા બાદ, આરોપીએ એવો દાવો કર્યો હતો કે મહેસાણાના એક ગુનામાં સંકળાયેલો આરોપી આ સરનામે છુપાયેલો છે. તેણે તાત્કાલિક ત્યાં PCR મોકલવા અને તે વાહનનો નંબર પોતાની સાથે શેર કરવા હુકમ કર્યો હતો. શરૂઆતમાં આદેશ માનીને PCR વાહન ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ જ્યારે ફરીથી કોલ્સ આવ્યા ત્યારે તેની વાતચીતની પદ્ધતિને કારણે પોલીસ કર્મચારીઓને શંકા ગઈ હતી. આ બાબતે જ્યારે મહેસાણા પોલીસનો સંપર્ક કરીને ખરાઈ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે મહેસાણામાં જે-તે મોબાઈલ નંબર ધરાવતા PSI રાઠોડ નામના કોઈ અધિકારી ફરજ બજાવતા જ નથી.
આ પણ વાંચો: STUDIO ON WHEELS: ગુજરાત ફર્સ્ટનો જનરથ મુદ્દાઓનો મહારથ બનશે


