Ahmedabad: શિક્ષકોનો શિક્ષણ વિભાગ સામે વિરોધ, ખાલી જગ્યાઓ કરતાં અનેકગણા ઉમેદવારોને બોલાવાતા ભારે વિવાદ
Ahmedabad: અમદાવાદ જિલ્લા તાલીમ ભવન ખાતે જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવાર શિક્ષકોએ હોબાળો મચાવ્યો હતો. ખાલી જગ્યાઓ કરતાં અનેકગણા ઉમેદવારોને કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે. સામાજિક વિજ્ઞાનમાં 36 જગ્યાઓ સામે 350, ગુજરાતી વિષયમાં 3 સામે 80 અને ઇતિહાસમાં જગ્યા વગર 26 ઉમેદવારોને બોલાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ પારદર્શક અને કાયમી ભરતીની માંગ ઉઠાવી છે.
Advertisement
Ahmedabad: અમદાવાદમાં જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવાર શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અમદાવાદ જિલ્લા તાલીમ ભવન ખાતે ભરતી માટે આવેલા ઉમેદવારોએ હોબાળો મચાવી શિક્ષણ વિભાગ સામે વિરોધ નોંધાવ્યો હતો. ભરતી સંબંધિત સ્પષ્ટ માહિતી ન મળતા અને ખાલી જગ્યાઓ કરતાં અનેકગણા ઉમેદવારોને કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવ્યા હોવાના આક્ષેપોને કારણે સમગ્ર વાતાવરણ તંગ બન્યું છે.

