Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : પાલતુ કૂતરાના હુમલામાં 4 મહિનાની બાળકીનું કરૂણ મોત

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા રાધે રેસિડન્સી ખાતે એક દુખદ અને ચોંકાવનારી ઘટના બની હતી. અહીં એક પાલતુ કૂતરાએ 4 મહિનાની નાનકડી બાળકી પર અચાનક હુમલો કર્યો હતો.
ahmedabad   પાલતુ કૂતરાના હુમલામાં 4 મહિનાની બાળકીનું કરૂણ મોત
Advertisement
  • પાલતુ કૂતરાના હુમલામાં 4 મહિનાની બાળકીનું મોત
  • હાથીજણમાં કૂતરાનો જીવલેણ હુમલો, પરિવારે બાળકી ગુમાઈ
  • ફોનમાં વ્યસ્ત યુવતીના કૂતરાએ નાનકડી બાળકીને ફાડી ખાધી
  • CCTVમાં કેદ થયું કૂતરાના હુમલાનું ડરામણું દ્રશ્ય
  • હુમલાખોર કૂતરો પાંજરે, માલિક સામે ગુનો નોંધાયો
  • પાળેલા શ્વાનો માટે તાલીમ અને જવાબદારી જરૂરી
  • શહેરી વિસ્તારોમાં આક્રમક શ્વાનો ચિંતાનો વિષય

Ahmedabad : અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા રાધે રેસિડન્સી ખાતે એક દુખદ અને ચોંકાવનારી ઘટના (shocking incident) બની હતી. અહીં એક પાલતુ કૂતરાએ 4 મહિનાની નાનકડી બાળકી (4-month-old baby girl) પર અચાનક હુમલો કર્યો હતો, અને આ ઘટનાનો આખો વીડિયો CCTV કેમેરામાં રેકોર્ડ થઈ ગયો છે. જે ખૂબ જ ડરામણો છે.

કેવી રીતે બની ઘટના?

આ દુર્ઘટના ત્યારે બની જ્યારે એક યુવતી તેના પાલતુ કૂતરાને લઈને રેસિડન્સીના પરિસરમાં બહાર નીકળી હતી. મળી રહેલી માહિતી અનુસાર, યુવતી ફોન પર વાતચીતમાં વ્યસ્ત હતી, અને આ દરમિયાન તેનું ધ્યાન કૂતરા પરથી હટી ગયું. આ અવસરનો લાભ લઈને કૂતરું તેના હાથમાંથી છૂટી ગયું અને નજીકમાં રમી રહેલી 4 મહિનાની બાળકી પર તૂટી પડ્યું. કૂતરાએ બાળકી પર આક્રમક રીતે હુમલો કર્યો, જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઇ. ત્યારબાદ તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ આ દરમિયાન બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

Advertisement

કૂતરાને પકડવામાં આવ્યું, માલિક સામે ગુનો નોંધાયો

આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD (કેટલ એન્ડ ડોગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ) વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ટીમે હુમલો કરનાર કૂતરાને પાંજરે બંધ કરી દીધો છે. આ સાથે, કૂતરાના માલિક સામે ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે, અને લોકોમાં આક્રમક પાલતુ શ્વાનો અંગે ચિંતા વધી છે.

Advertisement

આક્રમક શ્વાનોની જાતિઓ અને સાવચેતી

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રોટવિલર, પીટબુલ, પોમેરિયન, જર્મન શેફર્ડ અને ડોબરમેન જેવી શ્વાનોની બ્રીડ આક્રમક સ્વભાવ ધરાવે છે. આવા શ્વાનોને પાળતી વખતે ખાસ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. આ શ્વાનોની આક્રમકતા અને શક્તિને કારણે, તેમનું યોગ્ય રીતે સંચાલન ન થાય તો આવી દુર્ઘટનાઓ બનવાની શક્યતા વધી જાય છે. વેટરનરી ડોક્ટરોનું કહેવું છે કે આવા શ્વાનોને પાળવા માટે માલિકોએ ખાસ તાલીમ આપવી જોઈએ.

શ્વાનોની તાલીમ અને નિષ્ણાતની સલાહનું મહત્વ

વેટરનરી ડોક્ટરો અને શ્વાન વિશેષજ્ઞોની સલાહ છે કે આક્રમક બ્રીડના શ્વાનોના માલિકોએ તેમને યોગ્ય તાલીમ આપવી જોઈએ. જો શ્વાનમાં આક્રમકતા વધુ જણાય, તો તેને વેટરનરી ડોક્ટર અથવા શ્વાનના વર્તન વિશેષજ્ઞ (Behaviorologist) પાસે લઈ જવું જોઈએ. જે લોકો પહેલીવાર શ્વાન પાળવાનું વિચારી રહ્યા છે, તેમણે આક્રમક બ્રીડના શ્વાનો પાળવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત, આક્રમક શ્વાનોના માલિકોએ તેમના શ્વાનોને વ્યવસ્થિત તાલીમ આપવી જોઈએ અને જરૂર પડે તો Behaviorologist ની મદદ લેવી જોઈએ.

આ પણ વાંચો :  ભારતીય સીમા પર તણાવ વચ્ચે તમારી પાસે રાખો આ ઇમરજન્સી કીટ, ઘણી મદદરૂપ થશે

Tags :
Advertisement

.

×