
પોલીસને હાલ મૃતકના સાચા નામ અંગે પણ શંકા હોવાથી સોશિયલ મીડિયાનો સહારો લઇ તેના પરિવાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આરોપી રવી દિલ્લીથી અમદાવાદ કેમ આવ્યો હતો તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરી છે. શહેરમાં સતત વધતી ગુનાહિત ઘટનાઓના કારણે સબ સલામત હોવાના પોલીસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.