Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Yellow Alert: બપોરે કામ વગર બહાર નીકળવાનું ટાળજો! અમદાવાદમાં આજથી 5 દિવસ 'યલો એલર્ટ'

Ahmedabad Yellow Alert: ગુજરાત (Gujarat) માં ઉનાળાએ હવે તેનું અસલી રૂપ બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદ (Ahmedabad) માં આજથી આગામી5 દિવસ માટે 'યલો એલર્ટ' (Yellow Alert)જાહેર કરવામાં આવ્યું છે.
ahmedabad yellow alert  બપોરે કામ વગર બહાર નીકળવાનું ટાળજો  અમદાવાદમાં આજથી 5 દિવસ  યલો એલર્ટ
Advertisement
  • Ahmedabad માં આજથી 5 દિવસ યલો એલર્ટ
  • શનિવાર સુધી ગરમી 45 ડિગ્રી સુધી પહોંચશે.
  • છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું
  • અમદાવાદમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું

Ahmedabad Yellow Alert: ગુજરાત (Gujarat) માં ઉનાળાએ હવે તેનું અસલી રૂપ બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદ (Ahmedabad) માં આજથી આગામી5 દિવસ માટે 'યલો એલર્ટ' (Yellow Alert)જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ (Ahmedabad) માં આજથી 5 દિવસ યલો એલર્ટ

વાતાવરણમાં આવેલા ફેરફારને પગલે આગામી શનિવાર સુધીમાં અમદાવાદ (Ahmedabad)  નું તાપમાન 45 ડિગ્રી (45 Degrees) સુધી પહોંચી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

Advertisement

Gujarat માં તાપમાનની સ્થિતિ

છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે. સૌરાષ્ટ્રનું હબ ગણાતારાજકોટ (Rajkot) માં રાજ્યનું સૌથી વધુ 42.2 ડિગ્રીતાપમાન નોંધાયું છે, જેના કારણે રાજકોટવાસીઓ બપોરના સમયે આકરા તાપનો અનુભવ કરી રહ્યા છે. કચ્છના ભુજ (Bhuj) માં પણ પારો41 ડિગ્રીને પાર કરી ગયો છે, જ્યારે ભાવનગર (Bhavnagar) માં 40.7 ડિગ્રી સાથે ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો.

Advertisement

અન્ય શહેરોનો પારો

રાજ્યના અન્ય મુખ્ય શહેરોમાં પણ ગરમીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.અમદાવાદ (Ahmedabad) માં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગર (Gandhinagar)માં 39 ડિગ્રી અને ડીસા (Deesa)માં 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

તાપમાનમાં હજુ પણ વધશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગરમ પવનો ફૂંકાવાને કારણે લૂ (Heatwave) લાગવાની શક્યતાઓ પણ વધી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી પીવા અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો:Gujarat News Today: આજે 05 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×