ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Rain : શહેરમાં ધોધમાર વરસાદે એન્ટ્રી કરી, ગરમીમાંથી લોકોને મળી રાહત

અમદાવાદમાં શનિવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં ઠંડકનો માહોલ છવાઈ ગયો છે. મેમનગર, બોપલ, એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં પડેલા વરસાદથી તાપમાન ઘટ્યું અને લોકોને ગરમીમાંથી રાહત મળી. નરોડા સહિત કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા અવરજવર મુશ્કેલ બની છે. બીજી તરફ હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે સાબરમતી નદીનું લેવલ વધતા વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે.
12:13 PM Aug 16, 2025 IST | Hardik Shah
અમદાવાદમાં શનિવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં ઠંડકનો માહોલ છવાઈ ગયો છે. મેમનગર, બોપલ, એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં પડેલા વરસાદથી તાપમાન ઘટ્યું અને લોકોને ગરમીમાંથી રાહત મળી. નરોડા સહિત કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા અવરજવર મુશ્કેલ બની છે. બીજી તરફ હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે સાબરમતી નદીનું લેવલ વધતા વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે.
Ahmedabad Rain

Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. લાંબા સમય બાદ પૂર્વ અને પશ્ચિમ બંને ભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી. મેમનગર, બોપલ અને એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ (Rain) ના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો અને લોકો ગરમીમાંથી રાહત અનુભવી રહ્યા છે.

શહેરના વિસ્તારોમાં વરસાદની અસર

શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) નોંધાયો છે. વસ્ત્રાપુર, નરોડા, અખબારનગર, મેમનગર, સી.જી. રોડ, પાલડી, જમાલપુર, ખાડિયા, લાલદરવાજા, બોડકદેવ, ઇસ્કોન, બોપલ, ઘુમા અને સોલા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નરોડાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ, જેના કારણે લોકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વરસાદના કારણે સવારથી જ સમગ્ર શહેરમાં ઠંડકનો માહોલ છવાયો છે.

રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rain) ની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્ય માટે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી કલાકોમાં ભારે વરસાદ વરસી શકે એવી આગાહી છે. હાલ રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી 19 ઓગસ્ટ સુધી સતત વરસાદ રહેવાની શક્યતા છે.

વાસણા બેરેજના દરવાજા ખોલાયા

ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદ (Rain) ના કારણે નદીઓ અને ડેમોમાં પાણીની આવક વધી રહી છે. અમદાવાદમાં સાબરમતી નદીનું પાણીનું સ્તર વધતાં વાસણા બેરેજના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેરેજના 4 દરવાજા 1.5 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે, જ્યારે એક દરવાજો 2 ફૂટ સુધી ખોલાયો છે. હાલ સાબરમતી નદીનું લેવલ 40 મીટર સુધી પહોંચી ગયું છે. નદીમાં લગભગ 5800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સાથે જ બેરેજમાંથી કેનાલમાં 400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેથી પાણીનું સ્તર નિયંત્રિત રહી શકે.

વરસાદથી રાહત અને પડકાર

એક તરફ શહેરમાં વરસાદે લોકોને ગરમીમાંથી રાહત અપાવી છે, તો બીજી તરફ પાણી ભરાવા અને વાહનવ્યવહારની સમસ્યાઓ ઉભી થઈ છે. તેમ છતાં, લાંબા સમય પછી પડેલા આ ધોધમાર વરસાદથી અમદાવાદના નાગરિકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો :   Heavy Rain in Mumbai : મુશળધાર વરસાદથી મુંબઈના અનેક વિસ્તારો પાણી-પાણી, Red Alert જાહેર

Tags :
AhmedabadAhmedabad rainahmedabad weatherEastern and Western AhmedabadGandhinagar Rain ForecastGujarat Firstgujarat raingujarat weathergujarat weather forecastHardik Shahheavy rainfallHeavy Rainfall AlertSabarmati River Water LevelSouth Gujarat Heavy RainThree Rain Systems ActiveTill 19 August Heavy RainVasna Barrage Gates Open
Next Article