Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: હિન્દુ-મુસ્લિમ લગ્ન મુદ્દે કોર્ટ બહાર VHP ના કાર્યકરોનો વિરોધ, જાણો મામલો

અમદાવાદની ઘી કાંટા કોર્ટમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન રજીસ્ટ્રેશન મુદ્દે VHP એ ભારે હોબાળો કર્યો હતો. રજીસ્ટ્રાર એમ.એમ. સૈયદ સામે ગંભીર આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન થતા લગ્નની પ્રક્રિયા અટકી હતી અને નવી તારીખ પડી છે. યુવતી હાલ નારી સંરક્ષણ ગૃહમાં છે અને હિન્દુ સંગઠનોએ લડત ચાલુ રાખવા મક્કમતા દર્શાવી છે.
ahmedabad  હિન્દુ મુસ્લિમ લગ્ન મુદ્દે કોર્ટ બહાર vhp ના કાર્યકરોનો વિરોધ  જાણો મામલો
Advertisement
  • Ahmedabad માં ફરી હિન્દુ-મુસ્લિમ લગ્ન પર હોબાળો
  • ઘી કાંટા કોર્ટ બહાર VHP ના કાર્યકરોનો વિરોધ
  • લગ્નના રજીસ્ટ્રેશનની માહિતી મળતા VHPનો વિરોધ

Ahmedabad: અમદાવાદની ઘી કાંટા કોર્ટ (Court) પરિસરમાં આજે તે સમયે ભારે હોબાળો મચી ગયો હતો. જ્યારે એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ લગ્નની માહિતી મળતા જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટ બહાર એકઠા થયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. પરિસ્થિતિ એટલી તંગ બની હતી કે કોર્ટ સંકુલમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવી પડી હતી. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે આ પ્રકારના લગ્નો પાછળ ચોક્કસ ષડયંત્ર કામ કરી રહ્યું છે. નોંધનીય છે કે આ હિન્દુ યુવતી છેલ્લા બે મહિનાથી નારી સંરક્ષણ ગૃહ (Shelter Home) માં આશ્રય લઈ રહી છે.

રજીસ્ટ્રારની કામગીરી પર સવાલો અને નવી તારીખ

આક્ષેપ છે કે સમગ્ર વિવાદના કેન્દ્રમાં રજીસ્ટ્રાર એમ.એમ. સૈયદની ભૂમિકા છે. VHP ના સભ્યોએ રજીસ્ટ્રાર (Registrar) સામે ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે, તેઓ અગાઉ પણ આવા વિવાદાસ્પદ કિસ્સાઓમાં વિવાદમાં આવી ચૂક્યા છે. હાઈ વોલ્ટેજ ડ્રામા અને વિરોધના વંટોળ વચ્ચે આખરે લગ્નની રજીસ્ટ્રેશન પ્રક્રિયા અટકાવવાની ફરજ પડી હતી. રજીસ્ટ્રાર દ્વારા લગ્ન માટેની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. જોકે, હિન્દુ સંગઠનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે તેઓ આગામી તારીખે પણ પોતાની લડત ચાલુ રાખશે અને લગ્નનું રજીસ્ટ્રેશન થવા દેશે નહીં.

Advertisement

વિરોધનો વંટોળ

શહેરમાં ફરી એકવાર આંતરધર્મ લગ્નને લઈને સામાજિક તણાવ જોવા મળી રહ્યો છે. હાલમાં યુવતીને ફરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે. આ કિસ્સો હવે માત્ર બે વ્યક્તિઓના લગ્નનો ન રહેતા સામાજિક અને રાજકીય લડાઈ (Ideological Conflict) બની ગયો છે, જેની આગામી સુનાવણી પર સૌની મીટ મંડાયેલી છે.

Advertisement

આ પણ વાંચોઃ Surat અને Rajkot માં ગૌ માતાના સન્માન માટે આંદોલન, તાલુકાથી લઈ દિલ્હી સુધી રજૂઆતો કરાશે

Tags :
Advertisement

.

×