અમદાવાદમાં આવાસ યોજનાના મકાનો પર Housing Committee નો સપાટો, 95 મકાનો સીલ
- આવાસ યોજનાના મકાનો પર Housing Committee નો સપાટો
- 4359 મકાનોના ચેકિંગ દરમિયાન 2693 મકાનો બંધ
- ભાડે અપાતા હોય તેવા 95 મકાનો સીલ કરાયા
- આવાસ યોજનાના વધુ મકાનો સીલ થાય તેવી શક્યતા
- મકાન મેળવ્યા બાદ પણ તેનો ઉપયોગ ના કરાતા કાર્યવાહી
Housing Committee : અમદાવાદ શહેર (Ahmedabad) માં સરકારી આવાસ યોજનાના મકાનો મેળવ્યા બાદ તેનો નિયમ વિરુદ્ધ ઉપયોગ કરનારાઓ સામે હાઉસિંગ કમિટી (Housing Committee) એ કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા કેટલાક સમયથી આવાસના મકાનો ભાડે આપી દેવા અથવા લાંબા સમય સુધી બંધ રાખવાની ફરિયાદો ઉઠતા કમિટી દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટા પાયે ગેરરીતિઓ સામે આવી છે.
Housing Committee ના અધિકારી ચોંકી ઉઠ્યા
હાઉસિંગ કમિટી (Housing Committee) દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં કુલ 4,359 મકાનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે તપાસાયેલા મકાનોમાંથી 2,693 મકાનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જે સ્પષ્ટ કરે છે કે અનેક લાભાર્થીઓએ મકાન મેળવ્યા હોવા છતાં તેનો રહેવા માટે ઉપયોગ કર્યો નથી.
અમદાવાદમાં આવેલ હાઉસિંગના મકાનો પર હાઉસિંગ કમિટીનો સપાટો
હાઉસિંગના મકાન ભાડે અપાતા હોય તેવા મકાનો કરાયા સીલ
લાંબા સમયથી બંધ રાખવામાં આવ્યું હોય તેવા મકાનો સીલ
હાઉસિંગનું મકાન મેળવ્યા બાદ પણ તેનો ઉપયોગ ના કરાતા કાર્યવાહી
હાઉસિંગ કમિટીની ગંભીરતાના કારણે ગેરકાયદે રહેતા લોકો સામે… pic.twitter.com/YuH22NKB6o— Gujarat First (@GujaratFirst) February 25, 2026
Housing Committee ની કડક કાર્યવાહી
કમિટીની ગંભીરતાને જોતા ગેરકાયદેસર રીતે રહેતા લોકો અને મકાન ભાડે આપનારા માલિકો સામે ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા 390 મકાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાયેલા અને લાંબા સમયથી બંધ 95 મકાનોને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવ્યા છે.
શા માટે લેવાયો આ નિર્ણય?
સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાનું ઘર મળે તે હેતુથી આ આવાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં લાભાર્થીઓ મકાન મેળવ્યા બાદ તેને ઊંચા ભાડે આપી દેતા હોય છે અથવા રોકાણના હેતુથી તેને બંધ રાખતા હોય છે. આ પ્રકારની પ્રવૃત્તિને રોકવા માટે કમિટીએ આ 'સપાટો' બોલાવ્યો છે.
Awas Yojana Gujarat_First
હજુ પણ ચેકિંગ ચાલુ
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલી અન્ય આવાસ યોજનાઓમાં પણ હજુ તપાસની પ્રક્રિયા શરૂ છે. આગામી દિવસોમાં વધુ મકાનો સીલ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. કમિટીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો મકાનનો ઉપયોગ જે-તે લાભાર્થી દ્વારા કરવામાં નહીં આવે, તો તેનું એલોટમેન્ટ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: ગુજરાત ફર્સ્ટ અહેવાલની ઈમ્પેક્ટ, આવાસના Poor Construction પર મનપા લાલચોળ, આપ્યા તપાસના આદેશ


