Ahmedabad : અમદાવાદીઓ માટે મહત્ત્વનાં સમાચાર, આ 17 વોર્ડમાં 3 દિવસ પાણી કાપ
- અમદાવાદ શહેરમાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી પાણી કાપનો નિર્ણય (Ahmedabad)
- આવતીકાલથી 11 જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં પાણી કાપ રહેશે
- શેઢી બ્રાન્ચ કેનાલમાં દરવાજાનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી પાણી કાપ રહેશે
- મણિનગર, બાપુનગર, નરોડા, નારોલ, વસ્ત્રાલ, નિકોલ સહિત 17 વોર્ડ માં પાણી કાપ
Ahmedabad : અમદાવાદીઓ માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. આવતીકાલથી 11 જુલાઈ સુધી એટલે કે 3 દિવસ માટે શહેરનાં કેટલાક વિસ્તારોમાં પાણી કાપ મુકાશે. શેઢી બ્રાન્ચ કેનાલમાં દરવાજાનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી આ પાણી કાપ (Water Cut) મુકાશે એમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ નિર્ણયથી શહેરનાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં રહેતા નાગરિકોને અસર થશે.
આ પણ વાંચો - Ahmedabad : વિચિત્ર ચોરી! દુકાનનું શટર તોડી તસ્કરો લાખોની કિંમતનાં વિદેશી 'પોપટ' ચોરી ગયા
આવતીકાલથી 11 જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં પાણી કાપ રહેશે
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં (Ahmedabad) આવતીકાલથી કેટલાક વિસ્તારોમાં પાણી કાપ (Water Cut) મુકાશે. આ પાણી કાપ આવતીકાલ એટલે કે 9 જુલાઈથી 11 જુલાઈ એટલે કે 3 દિવસ માટે મુકાશે. વિભાગનાં જણાવ્યા મુજબ, શેઢી બ્રાન્ચ કેનાલમાં દરવાજાનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી આ પાણી કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી શહેરનાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનનાં નાગરિકોને અસર થશે. માહિતી મુજબ, શહેરનાં મણિનગર (Maninagar), બાપુનગર (Bapunagar), નરોડા, નારોલ, વસ્ત્રાલ (Vastral), નિકોલ સહિત 17 વોર્ડમાં આવતીકાલથી 3 દિવસ એટલે કે 9 થી 11 જુલાઈ સુધી પાણી કાપ રહેશે.
આ પણ વાંચો - Rajkot : MLA જીગ્નેશ મેવાણીએ એનિમલ હોસ્ટેલની લીધી મુલાકાત, BJP-RSS પર સાધ્યું નિશાન