Ahmedabad : ઇન્ડિયન મસ્ક્યુલર ડીસ્ટ્રોફી સોસાયટીએ કર્યું આયોજન, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી લોકો આવ્યા
- Ahmedabad માં મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડિત લોકો માટે સ્નેહમિલન સમારંભ
- ઇન્ડિયન મસ્ક્યુલર ડીસ્ટ્રોફી સોસાયટી તરફથી કરાયું આયોજન
- ટ્રસ્ટી ભરતભાઈ શાહ અને વૈભવભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા આયોજન
- ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ પરિવાર હાજર રહ્યો
- પૌત્ર સ્વ. રિસિલ લલિતભાઈ પટેલના સ્મરણાર્થે પ્રોગ્રામનું આયોજન કરાયું
Ahmedabad : આજ રોજ તારીખ 4 જાન્યુઆરી 2026 ના રોજ ઇન્ડિયન મસ્ક્યુલર ડીસ્ટ્રોફી સોસાયટી (Indian Muscular Dystrophy Society) તરફથી મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડિત નાના બાળકોથી લઈને મોટા માણસો સુધી દરેક લોકો માટે સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે પણ આ પ્રકારનાં પ્રોગ્રામનું આયોજન કરાયું હતું.
આ પ્રોગ્રામનું આયોજન ઇન્ડિયન મસ્ક્યુલર ડીસ્ટ્રોફી સોસાયટીનાં ટ્રસ્ટી ભરતભાઈ શાહ અને વૈભવભાઈ પટેલ અને એમની ટીમ મેમ્બર તરફથી કરવામાં આવ્યું હતું. ટીમ મેમ્બરમાં ભરતભાઈ શાહ, બકુલેશભાઈ, અલકાબેન, ડૉ. ગૌરાંગભાઈ, ડૉ. અનિલભાઈ શાહ, કુશ શાહ, પૂજાબેન અને ફૈઝલભાઈ સામેલ છે. આ પ્રોગ્રામમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી (Muscular Dystrophy) પીડાતા ગુજરાતમાંથી ઘણા બધા લોકો જોડાયા હતા અને ગુજરાત બહારનાં પણ ઘણા લોકો જોડાયા હતા.
આ પ્રોગ્રામમાં ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ (Babubhai Jamnadas Patel) પરિવાર પણ હાજર રહ્યો હતો. પ્રોગ્રામમાં પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદનાં પૂર્વ મેયર હિંમતભાઇ પટેલ (Himmatbhai Patel) એ પણ હાજરી આપી હતી. પ્રોગ્રામમાં અમદાવાદ ગોતાનાં બીપિનભાઇ પટેલ એ પણ હાજરી આપી હતી. આ પ્રોગ્રામ ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલના પૌત્ર સ્વ. રિસિલ લલિતભાઈ પટેલના સ્મરણાર્થે ઇન્ડિયન મસ્ક્યુલર ડીસ્ટ્રોફી સોસાયટી તરફથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલના પૌત્રની યાદમાં મસ્ક્યુલર ડીસ્ટ્રોફીથી પીડિત વ્યક્તિ માટે રિસિલ રીહેબિલિટી ડે-કેર સેન્ટર (Risil Rehabilitation Day-Care Center) આવનારા ટૂંક સમયમાં કાર્યરત થશે.
આ પણ વાંચો - Somnath Temple પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ: વિનાશ નહીં, પણ આત્મસન્માનની ગાથા - PM Modi


