Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ahmedabad: ઇન્ડિગોની દિલ્હી જતી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ, 160 મુસાફરો પર જીવનો સંકટ!

Ahmedabad: કુવૈતથી દિલ્હી જતી ઇન્ડિગો  (IndiGo) એરલાઇન્સની ફ્લાઇટ 6E 1232માં બોમ્બ હોવાની ધમકી (Bomb Threat) મળતાં તેનું અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport) પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ ફ્લાઇટમાં આશરે 160 મુસાફરો સવાર હતા. ધમકી મળ્યા બાદ એરલાઇન્સ અને એરપોર્ટ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરી દીધી.
ahmedabad  ઇન્ડિગોની દિલ્હી જતી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ  160 મુસાફરો પર જીવનો સંકટ
Advertisement
  • અમદાવાદ (Ahmedabad) માં ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
  • કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું
  • કુવૈતથી દિલ્હી જતી ફલાઇટમાં હતા 160 જેટલા મુસાફરો
  • ઇન્ડિગો ફલાઇટમાં બોમ્બ હોવાની મળી હતી ધમકી
  • ફલાઇટમાં તમામ મુસાફરો અને લગેજનુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
  • 6E 1232 નંબરની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

Ahmedabad: કુવૈતથી દિલ્હી જતી ઇન્ડિગો  (IndiGo) એરલાઇન્સની ફ્લાઇટ 6E 1232માં બોમ્બ હોવાની ધમકી (Bomb Threat)  મળતાં તેનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ ફ્લાઇટમાં આશરે 160 મુસાફરો સવાર હતા. ધમકી મળ્યા બાદ એરલાઇન્સ અને એરપોર્ટ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ફ્લાઇટને અમદાવાદ (Ahmedabad) ડાયવર્ટ કરી દીધી.ફ્લાઇટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગઈ ત્યારબાદ તમામ મુસાફરો અને તેમના સામાનની કડક તપાસ હાથ ધરવામાં આવી.

ઇન્ડિગોની દિલ્હી જતી ફ્લાઇટનું અમદાવાદ (Ahmedabad) માં ઇમરજન્સી લેન્ડિંગ

સુરક્ષા એજન્સીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને પોલીસની ટીમોએ વિમાન અને મુસાફરોની સંપૂર્ણ તપાસ કરી. તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ મળ્યો નથી, જેથી આ ધમકીને ખોટી (હોએક્સ) જાહેર કરવામાં આવી છે.આ ઘટનાથી મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો, પરંતુ ચાલાકી અને સુરક્ષા પ્રોટોકોલને કારણે કોઈ અકસ્માત નથી થયો.

Advertisement

Advertisement

તમામ મુસાફરો સુરક્ષિત

અધિકારીઓએ ધમકી આપનાર વ્યક્તિ કે સ્ત્રોતની શોધખોળ શરૂ કરી છે અને આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ઇન્ડિગોએ પણ નિવેદનમાં જણાવ્યું છે કે મુસાફરોની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે અને તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  Gandhinagar માં ભવનાથ મહાશિવરાત્રી મેળાની બેઠક, DyCM હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ચર્ચા

Tags :
Advertisement

.

×