Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ એરપોર્ટ પરથી Gandhiji ની ગેલેરી હટાવાતા IPS Hasmukh Patel નારાજ! જાણો શું કહ્યું ?

તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ કામગીરી સામે સવાલ ઉઠાવ્યો છે.
અમદાવાદ એરપોર્ટ પરથી gandhiji ની ગેલેરી હટાવાતા ips hasmukh patel નારાજ  જાણો શું કહ્યું
Advertisement
  1. અમદાવાદ એરપોર્ટ અંગે પૂર્વ IPS Hasmukh Patel નું ટ્વીટ (Mahatma Gandhiji)
  2. ગાંધીજી અંગેની ગેલેરી હટાવતા નારાજગી દર્શાવી
  3. ડિપાર્ચર લાઉન્ઝનાં પહેલા માળે સુંદર ગેલેરી હતી : હસમુખ પટેલ

અમદાવાદ એરપોર્ટ પરથી મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) વિશે અવતરણો અવતરણોની સુંદર ગેલેરી હતી જેને હટાવી દેવામાં આવી છે. આ અંગે GPSC નાં ચેરમેન IPS હસમુખ પટેલે (Hasmukh Patel) નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ કામગીરી સામે સવાલ ઉઠાવ્યો છે. સાથે જ ગેલેરી ફરી તૈયાર કરાશે એવી આશા પણ વ્યક્ત કરી છે.

 આ પણ વાંચો - Banaskantha : દાંતીવાડાનાં હેલ્થ ઓફિસરને નિવૃત્તિનાં વર્ષ પહેલા જ કરાયા ફરજિયાત નિવૃત્ત, જાણો કેમ ?

Advertisement

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી પ્રતિક્રિયા

GPSC નાં ચેરમેન IPS હસમુખ પટેલ (Hasmukh Patel) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર ખૂબ જ એક્ટિવ છે. અહીં, પોસ્ટ કરીને તેઓ પોલીસ સહિતની સરકારી ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો સાથે સંવાદ કરે છે અને માહિતી પણ આપે છે. જો કે, હવે GPSC નાં ચેરમેન હસમુખ પટેલનું એક ટ્વીટ ખૂબ જ વાઇરલ થયું છે. જો કે, આ ટ્વીટ કોઈ સરકારી ભરતી પરીક્ષાને લઈને નથી પરંતુ, અમદાવાર એરપોર્ટ (Ahmedabad Airport) સંબંધિત છે.

Advertisement

 આ પણ વાંચો - Paresh Dhanani : પાટીદાર દીકરીને ન્યાય અપાવવા કડકડતી ઠંડીમાં પણ ઉપવાસ આંદોલન યથાવત

આશા રાખીએ ફરી ગાંધીજી વિશે ગેલેરી તૈયાર કરાશે : હસમુખ પટેલ

IPS હસમુખ પટેલે (Hasmukh Patel) ટ્વીટ કરી લખ્યું કે, 'અમદાવાદ એરપોર્ટ પર ડિપારચર લાઉન્ઝ પહેલા માળે ગાંધીજી (Mahatma Gandhiji) વિશે અવતરણોની સુંદર ગેલેરી હતી. અત્યારે હવે તે જગ્યાએ કંઈ નથી. કદાચ કંઈક નવું કરવાનું હશે. આશા રાખીએ કે આ જગ્યાએ ફરી ગાંધીજી વિશે કંઈક વધુ સુંદર અને પ્રેરણાત્મક ગેલેરી તૈયાર કરવામાં આવશે.' જણાવી દઈએ કે, અમદાવાદ એરપોર્ટ પર દૈનિક ધોરણે મુસાફરોનો ઘસારો જોવા મળે છે. ત્યારે મહાત્મા ગાંધી વિશે લોકો જાણી શકે, તેમના જીવનથી પ્રેરણા લઈ શકે તે માટે વિશેષ ગેલેરી તૈયાર કરવામાં આવી હતી, જે હવે હટાવવામાં આવી છે. આ કામગીરી સામે IPS હસમુખ પટેલ વાંધો વ્યક્ત કર્યો છે.

 આ પણ વાંચો - Rajkot : મનપા સંચાલિત શાળામાં આરોગ્ય વિભાગની સમીક્ષાએ ચિંતા વધારી!

Tags :
Advertisement

.

×