Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad શહેરમાં ભાજપનો દબદબો યથાવત, આપ-કોંગ્રેસને ધૂળ ચટાડી, જાણો શું રહ્યા પરિણામો?

અમદાવાદના રાજકારણમાં આજે એક મોટો ધરતીકંપ આવ્યો છે. વર્ષોથી ભાજપનો અભેદ કિલ્લો ગણાતા વિસ્તારમાં કોંગ્રેસે ગાબડું પાડીને સૌને ચોંકાવી દીધા છે. ખાસ કરીને ખાડિયા અને દાણીલીમડામાં જે રીતે જનતાએ મતદાન કર્યું છે, તે જોતા અનેક જૂના સમીકરણો બદલાતા દેખાઈ રહ્યા છે.
ahmedabad શહેરમાં ભાજપનો દબદબો યથાવત  આપ કોંગ્રેસને ધૂળ ચટાડી  જાણો શું રહ્યા પરિણામો
Advertisement
  • Ahmedabad ના ખાડિયા અને દાણીલીમડામાં કોંગ્રેસનો પંજો ચાલ્યો!
  • અમદાવાદમાં ભાજપના ગઢ ગણાતા ખાડિયામાં મોટો ઉલટફેર
  • ખાડિયા વોર્ડમાં કોંગ્રેસના તમામ 4 ઉમેદવારોનો ભવ્ય વિજય
  • મીના નાયક, બીરજુ ઠક્કર અને ધ્રુવ કલાપીની શાનદાર જીત
  • દાણીલીમડામાં પણ કોંગ્રેસની આખી પેનલે મારી બાજી
  • શહેઝાદ ખાન પઠાનની જીત સાથે ભાજપની રણનીતિ નિષ્ફળ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ની ચૂંટણીના પરિણામોમાં આ વખતે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે. ખાસ કરીને ભાજપનો અભેદ ગઢ ગણાતા ખાડિયા (Khadia Ward) વિસ્તારમાં મોટો રાજકીય ઉલટફેર સર્જાયો છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા આ વિસ્તારમાં કોંગ્રેસે તમામ ચાર બેઠકો પર વિજય મેળવીને કેસરિયા ગઢમાં ગાબડું પાડ્યું છે.

Ahmedabad: ખાડિયામાં અણધાર્યું પરિણામ

ખાડિયામાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મીના નાયક (Meena Nayak) ની આગેવાનીમાં પેનલનો વિજય થયો છે. તેમની સાથે બીરજુ ઠક્કર (Birju Thakkar), ધ્રુવ કલાપી (Dhruv Kalapi) અને ઇલિયાસ ખાન (Ilyas Khan) એ પણ શાનદાર દેખાવ કરીને જીત હાંસલ કરી છે. આ પરિણામોએ રાજકીય વિશ્લેષકોને પણ વિચારતા કરી દીધા છે, કારણ કે ખાડિયા હંમેશા ભાજપની વિચારધારાનું કેન્દ્ર રહ્યું છે.

Advertisement


દાણીલીમડામાં કોંગ્રેસનું વર્ચસ્વ

Advertisement

બીજી તરફ, દાણીલીમડા (Danilimda) બેઠક પર પણ કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. અહીં કોંગ્રેસની આખી પેનલ વિજયી બની છે, જેમાં શહેઝાદ ખાન પઠાન (Shehzad Khan Pathan) નો ભવ્ય વિજય મુખ્ય રહ્યો છે. ભાજપ દ્વારા આ ગઢ તોડવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું, પરંતુ જનતાએ ફરી એકવાર કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો છે.

શહેઝાદ ખાન પઠાનના ભાજપ પર પ્રહાર

સ્થાનિકોના મતે, ગરીબોના ઘર પર ચલાવવામાં આવેલા બુલડોઝર અને મોંઘવારી જેવા મુદ્દાઓ જનતાના મનમાં ક્યાંકને ક્યાંક ઘર કરી ગયા હતા, જેનો જવાબ તેમણે EVM દ્વારા આપ્યો છે. દાણીલીમડા હંમેશા કોંગ્રેસનો મજબૂત ગઢ રહ્યો છે અને આ પરિણામોએ સાબિત કર્યું છે કે વિપક્ષ હજુ પણ મજબૂત પકડ ધરાવે છે.

આ પણ વાંચો: Amreli જિલ્લામાં ચૂંટણી જંગનું Results, ભાજપનો દબદબો, બગસરા અને લીલીયામાં પરિવર્તન

Tags :
Advertisement

.

×