ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : ખોખરામાં અકસ્માત, વૃદ્ધ અને 3 વર્ષીય બાળકીનું મોત, બહેરામપુરામાં બે બાલ્કની ધરાશાયી

ખોખરાનાં ગમખ્વાર અકસ્માતમાં 50 વર્ષીય શિક્ષક અને 3 વર્ષની બાળકીને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.
09:56 PM Dec 24, 2024 IST | Vipul Sen
ખોખરાનાં ગમખ્વાર અકસ્માતમાં 50 વર્ષીય શિક્ષક અને 3 વર્ષની બાળકીને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.
  1. Ahmedabad માં આજે ખોખરા અને બહેરામપુરામાં ગોઝારી ઘટના બની
  2. ખોખરામાં રોડ અકસ્માતમાં 50 વર્ષીય વૃદ્ધ અને 3 વર્ષની બાળકીનું મોત
  3. બહેરામપુરામાં બીજા અને ત્રીજા માળની બાલ્કની ધરાશાયી, મહિલા સહિત 2 બાળક ઘવાયા

અમદાવાદનાં (Ahmedabad) ખોખરા અને બહેરામપુરામાં બે ગોઝારી ઘટના બની છે. ખોખરા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતમાં (Khokhra Accident) 50 વર્ષનાં વૃદ્ધ અને 3 વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. જ્યારે, બહેરામપુરામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં બીજા અને ત્રીજા માળની બાલ્કની ધરાશાયી થતાં મહિલા સહિત બે બાળકો ઘવાયા છે. ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે રેસ્ક્યું કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો - Narmada : ડેડીયાપાડાની શાળામાં શિક્ષણ મેળવવાનાં બદલે વૈંતરું કરે છે વિદ્યાર્થીઓ!

ટ્રકચાલકે સ્કૂટીને અડફેટે લેતા અકસ્માત, વૃદ્ધ અને માસૂમનું મોત

અમદાવાદમાં (Ahmedabad) આજે બે ગોઝારી ઘટના બની છે. માહિતી અનુસાર, ખોખરા વિસ્તારમાં બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભગત એસ્ટેટ તરફનાં રસ્તા પર ટ્રકચાલકે એક સ્કૂટીને અડફેટે લીધી હતી. આ ઘટનામાં 50 વર્ષીય શિક્ષક અને 3 વર્ષની બાળકીને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. આ ઘટના મામલે I ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : અદાવત રાખી માર માર્યો તો હત્યારાઓએ માથાભારે શખ્સનું ઢીમ ઢાળી દીધું, બંનેની ધરપકડ

બે બાલ્કની ધરાશાયી થતાં મહિલા સહિત બે બાળકોને ઇજા

અન્ય એક ઘટના બહેરામપુરામાં (Behrampura) બની છે. વિસ્તારમાં આવેલા સુસંસ્કૃતિ એપાર્ટમેન્ટનાં બીજા અને ત્રીજા માળની બાલ્કની સાંજે 7 વાગ્યે અચાનક ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં મહિલા સહિત બે બાળકોને ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહિલાની ઓળખ ત્રીજા માળે રહેતા મીનાક્ષીબેન સોલંકી તરીકે થઈ છે.

આ પણ વાંચો - Gujarat: રાજ્ય પર તોડાઇ રહ્યો છે માવઠાનો ખતરો, જાણો હવામાન નિષ્ણાતની મોટી આગાહી

Tags :
AhmedabadBehrampuraBehrampura PoliceBreaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKhokhra AccidentKhokhra PoliceLatest News In GujaratiNews In GujaratiSusanskriti Apartment
Next Article