Ahmedabad Khokhra Pragati School ના કોમ્પ્યુટર શિક્ષકની ગંદી કરતૂત, વિદ્યાર્થિનીને મોકલ્યા અશ્લીલ મેસેજ
Fake Instagram ID Harassment: અમદાવાદના ખોખરા (Khokhra) વિસ્તારમાં આવેલી જાણીતી પ્રગતિ સ્કૂલ (Pragati School) ના કોમ્પ્યુટર શિક્ષકની શરમજનક કરતૂત સામે આવી છે. શિક્ષકે નકલી ઇન્સ્ટાગ્રામ આઈડી (Fake Instagram ID) બનાવી પોતાની જ શાળાની વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ મોકલ્યા હતા. વિદ્યાર્થિનીએ આ અંગે મિત્રને જાણ કરતાં મિત્રએ શિક્ષકને જાહેરમાં લાફા માર્યાનો વીડિયો વાયરલ થયો છે.
Advertisement
Ahmedabad Khokhra Pragati School: શિક્ષણ જગત અને પવિત્ર ગુરુ-શિષ્યના સંબંધોને કલંકિત કરતી વધુ એક અત્યંત શરમજનક ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે. શહેરના પૂર્વ વિસ્તાર ગણાતા ખોખરા (Khokhra) માં આવેલી પ્રતિષ્ઠિત પ્રગતિ સ્કૂલ (Pragati School) ના એક કોમ્પ્યુટર શિક્ષકે પોતાની શાળામાં અભ્યાસ કરતી નિર્દોષ વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયા પર પરેશાન કરવાની ગંદી હરકત કરી હોવાનો પર્દાફાશ થયો છે. શિક્ષકે પોતાની ઓળખ છુપાવી નકલી આઈડી મારફતે અશ્લીલ મેસેજ કર્યા બાદ મામલો બિચક્યો હતો અને વિદ્યાર્થિનીના મિત્રએ શિક્ષકને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી મોકલતો હતો અશ્લીલ મેસેજ
પ્રાપ્ત વિગતો અનુસાર, ખોખરા સ્થિત પ્રગતિ સ્કૂલમાં કોમ્પ્યુટર વિષય ભણાવતા શિક્ષકે ઇન્સ્ટાગ્રામ પર એક ફેક પ્રોફાઇલ તૈયાર કરી હતી. આ ફેક એકાઉન્ટ મારફતે તે શાળાની એક વિદ્યાર્થિનીને અવારનવાર બીભત્સ અને આપત્તિજનક મેસેજ મોકલીને હેરાન-પરેશાન કરતો હતો. શરૂઆતમાં વિદ્યાર્થિનીએ આવા મેસેજને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શિક્ષકની વિકૃત હરકતો અને મેસેજની માત્રા સતત વધતી ગઈ હતી, જેના કારણે વિદ્યાર્થિની ભારે માનસિક તણાવમાં મુકાઈ ગઈ હતી.
વિદ્યાર્થિનીએ મિત્રને આપવીતી કહી અને ભાંડો ફૂટ્યો
અસહ્ય પરિસ્થિતિ સર્જાતાં વિદ્યાર્થિનીએ હિંમત ભેગી કરી સમગ્ર આપવીતી પોતાના એક અંગત મિત્રને જણાવી હતી. આ મામલે ટેકનિકલ રીતે તપાસ અને ખાતરી કરતાં સામે આવ્યું કે અજાણ્યા નામે મેસેજ મોકલનાર અન્ય કોઈ નહીં પરંતુ તેની જ શાળાનો કોમ્પ્યુટર શિક્ષક હતો. શાળામાં શિક્ષણ આપવાની આડમાં આવી હીન કક્ષાની પ્રવૃત્તિ કરતાં શિક્ષકનો અસલી ચહેરો સામે આવતાં જ વિદ્યાર્થિની અને તેના મિત્રમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો.
સરાજાહેર શિક્ષકને લાફા ઝીંક્યા, વીડિયો થયો વાયરલ
શિક્ષકની કરતૂતનો પર્દાફાશ થયા બાદ વિદ્યાર્થિનીના મિત્રએ શિક્ષકને આમને-સામને પકડી પાડ્યો હતો. શિક્ષકે કરેલી શરમજનક અને વિકૃત હરકત બાબતે ઉગ્ર પૂછપરછ કરતાં શિક્ષક બચાવ કરવા લાગ્યો હતો, જેને પગલે ગુસ્સે ભરાયેલા યુવકે શિક્ષકને જાહેરમાં લાફા ઝીંકી દીધા હતા. આ ઘટનાનો સમગ્ર વીડિયો સ્થળ પર હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વાલીઓ અને સ્થાનિક લોકોમાં આવા વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષક સામે ભારે ફિટકાર વરસી રહ્યો છે.
Ahmedabad Khokhra Pragati School Case: Teacher Admits Mistakenly Sending Video Message to Student
શાળા પ્રશાસન અને પોલીસ તપાસની માંગ
શાળા કેમ્પસ અને વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે સંકળાયેલા આ ગંભીર મુદ્દે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ આવા શિક્ષકો સામે શાળા પ્રશાસન તાત્કાલિક કડક શિસ્તભંગના પગલાં ભરી નોકરીમાંથી બરતરફ કરે અને પોલીસ તંત્ર દ્વારા સાયબર ક્રાઈમ તેમજ મહિલા સતામણી હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઊઠી રહી છે.
આ પણ વાંચો: New circular જાહેર: શાળાઓમાં ડિજિટલ પેમેન્ટ ફરજિયાત કરવા આદેશ: UPI અને RuPay સેવા શરૂ થશે
Advertisement

