Ahmedabad : સેવન્થ ડે સ્કૂલની સામે જ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન, સ્વર્ગસ્થના પિતાએ કરી આ માગ
- Seventh Day School Student Fight,
- સેવન્થ ડે સ્કૂલની સામે સ્વ. નયનની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ
- શ્રદ્ધાંજલિ સભામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ-વાલીઓ-સ્થાનિકો જોડાયા
- સતત ચોથા દિવસે વાલીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે
- વાલીઓ અને વિવિધ સંગઠનોની સ્કૂલની માન્યતા રદ કરવાની માંગ
Ahmedabad : 19 ઓગસ્ટના દિવસે અમદાવાદની સેવન્થ ડે શાળાના વિદ્યાર્થીઓની મારામારી (Seventh Day School Student Fight) ની ઘટનામાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ પરિસ્થિતિ વણસી છે. સતત ચોથા દિવસે વાલીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. વાલીઓ અને વિવિધ સંગઠનોની સ્કૂલની માન્યતા રદ કરવાની માંગ કરી રહ્યા છે. આજે સેવન્થ ડે સ્કૂલની સામે જ સ્વ. નયનની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું.
સેવન્થ ડે સ્કૂલની સામે જ શ્રદ્ધાંજલિ સભા
અમદાવાદ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં ચકચારી એવી Seventh Day School Student Fight ની ઘટનામાં નયન નામક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. આ ઘટના બાદ સૌ કોઈ મૃતક નયનને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. આજે સેવન્થ ડે સ્કૂલની સામે જ સ્વ. નયનની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું છે. આ શ્રદ્ધાંજલિ સભામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા. દરેકે મૃતક નયનની તસવીર સમક્ષ પુષ્પો અર્પીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી. આ સભામાં ઉપસ્થિત સૌ કોઈની એક જ માંગ છે કે આ સ્કૂલની માન્યતા રદ થવી જોઈએ.
Seventh Day School Student Fight Gujarat First-23-08-2025-
મૃતકના પિતાનું નિવેદન
Seventh Day School Student Fight ની ગોઝારી ઘટનામાં નયન નામક વિદ્યાર્થીનું કરુણ મૃત્યુ થયું છે. સ્વ. નયનને શ્રદ્ધાંજિલ આપવા માટે આજે
સેવન્થ ડે સ્કૂલની સામે જ શ્રદ્ધાંજલિ સભા યોજાઈ. જેમાં મૃતક વિદ્યાર્થીના પિતાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મારા દીકરાના હત્યારાને માત્ર ફાંસીની જ સજા થવી જોઈએ. સ્કૂલની બેદરકારીને કારણે જ મેં મારો દીકરો ગુમાવ્યો છે. આ પ્રકારની શાળાઓ માત્ર અમદાવાદની પરંતુ દેશભરમાં હોય તો બંધ થવી જોઈએ.
આ પણ વાંચોઃ Gujarat Rain : આજે 23 મી ઓગસ્ટે ગુજરાતના આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, ભારે વરસાદ ઘમરોળશે
અમદાવાદ મહાજન વેપારી મંડળ દ્વારા બંધનું એલાન
Seventh Day School Student Fight ની ઘટના એ સમગ્ર શહેરને હચમચાવી મુક્યું છે. આ ઘટનામાં મૃતકને શ્રદ્ધાંજલિ આપવા અને તેના પરિવારને ન્યાય મળી રહે તે માટે વિવિધ સંગઠનો આગળ આવી રહ્યા છે. આજે આ દુઃખદ ઘટનાના વિરોધમાં અમદાવાદ મહાજન વેપારી મંડળ (Ahmedabad Mahajan Vepari Mandal) દ્વારા બંધનું એલાન કરાયું છે. આ બંધના એલાનને પરિણામે રિલિફ રોડ, કાલુપુર માર્કેટ સજ્જડ બંધ પાળશે. રમકડા બજાર, ઈલેક્ટ્રોનિક બજાર પણ બંધ રહેશે. સુમેલ-1 અને 2, ગાંધી રોડ, ચોખા બજાર જેવા સતત ધમધમતા બજારો પણ બંધ પાળશે.
Seventh Day School Student Fight Gujarat First-23-08-2025
આ પણ વાંચોઃ Shravan 2025 નો આજે છેલ્લો દિવસ... ગુજરાતના શિવાલયોમાં ભકતોનું ઘોડાપૂર