Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : લીંબુના ભાવમાં તોતિંગ ઉછાળો, છૂટક બજારમાં લીંબુનો ભાવ રૂ.300ને પાર પહોંચ્યો

Ahmedabad શહેરમાં લીંબુના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ગરમીના સમયમાં લીંબુનો ઉપયોગ વધારે થતો હોવાથી ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. સાથે સાથે લીંબુની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. મહારાષ્ટ્ર તરફથી આવતા લીંબુ હાલમાં ઓછા આવી રહ્યાં છે જેના કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે. લીંબુના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ પર પણ તેની અસર જોવા મળી રહી છે.
ahmedabad   લીંબુના ભાવમાં તોતિંગ ઉછાળો  છૂટક બજારમાં લીંબુનો ભાવ રૂ 300ને પાર પહોંચ્યો
Advertisement
  • Ahmedabad માં ભીષણ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં ઉછાળો
  • અમદાવાદમાં લીંબુનો ભાવ રૂ.300 ને પાર
  • ગરમી વધતા લીંબુના ભાવ વધ્યા
  • છૂટક બજારમાં લીંબુનો ભાવ 250 થી 300 રૂપિયા
  • હોલસેલ બજારોમાં 200 થી 250 રૂપિયા લીંબુ વેચાયા

Ahmedabad : સહિત સમગ્ર ગુજરાતમાં લીંબુના (lemon price) ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. છૂટક બજારમાં લીંબુના ભાવ વધારે જોવા મળ્યા છે, તો છૂટક અને હોલસેલ બજારમાં લીંબુના ભાવમાં રૂપિયા 50નો ફરક સામે આવ્યો છે. એક તરફ ગરમીમાં લીંબુનો વપરાશ વધ્યો છે તો બીજી તરફ આવક ઓછી નોંધાઈ છે જેના કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઠંડા પીણા (cold drink) જેવા કે સોડા અને લીંબુ શરબતમાં પણ લીંબુનો ઉપયોગ વધારે થતો હોય છે અને ગરમીના સમયે લૂ થી રક્ષણ મેળવવા માટે લોકો લીંબુ પાણી વધારે પીતા હોય છે.

રસોઈમાં ખટાશ લાવવા માટે લીંબુનો ઉપયોગ થાય છે

ગૃહિણીઓ રસોઈમાં ખટાશ લાવવા માટે લીંબુનો ઉપયોગ કરતા હોય છે અને સાથે સાથે હાલ લીંબુનો ભાવ વધ્યો હોવાથી લોકો લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરતા હોય છે. લીંબુનો ભાવ દર ઉનાળાની સિઝનમાં વધી જતો હોય છે જેના કારણે ગૃહિણીઓને ના છૂટકે વધારે ભાવ આપીને લીંબુની ખરીદી કરવી પડતી હોય છે. હોલસેવ ભાવ અને છૂટકભાવમાં પણ બહુ ફરક નથી રહ્યો પણ લીંબુના ભાવ વધ્યા છે તે નક્કી છે.

Advertisement

lemon gujarat first

Advertisement

Ahmedabad : છેલ્લા 15 દિવસમાં વધ્યા લીંબુના ભાવ

ઉનાળાની ઋતુમાં ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા, શેરડીનો રસ અને લીંબુ શિકંજીની માંગમાં અચાનક વધારો થાય છે, જેના લીધે લીંબુની જરૂરિયાત વધે છે. બજારમાં પુરવઠા સામે માંગ વધુ હોવાને કારણે છેલ્લા 15 દિવસમાં જ લીંબુના ભાવમાં ચાર ગણો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : લીંબુ કેવી રીતે સ્ટોર કરવા ? આ ટિપ્સથી રહેશે લાંબા સમય સુધી ફ્રેશ

Tags :
Advertisement

.

×