Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Investment Fraud: રોકાણના નામે કરોડોનું ફૂલેકું ફેરવ્યું, મુખ્ય સૂત્રધાર મિહિર પરીખની ધરપકડ

અમદાવાદમાં રોકાણના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર એક એવા ભેજાબાજની ધરપકડ થઈ છે, જેણે નકલી રસીદોના જોરે આલીશાન સામ્રાજ્ય ઊભું કર્યું હતું. પોતાની કાકી સાસુથી લઈને અનેક લોકોને લાખોનું વળતર આપવાની લાલચ આપી તેણે જે રીતે 26 કરોડની માયાજાળ રચી, તેના રહસ્યો હવે એક પછી એક ખુલી રહ્યા છે.
ahmedabad investment fraud  રોકાણના નામે કરોડોનું ફૂલેકું ફેરવ્યું  મુખ્ય સૂત્રધાર મિહિર પરીખની ધરપકડ
Advertisement
  • Ahmedabad :LIC-શેરબજારમાં રોકાણના નામે 26 કરોડની છેતરપિંડી
  • મુખ્ય આરોપી મિહિર પરીખની EOW દ્વારા ધરપકડ
  • LICની નકલી રસીદો બનાવી 15 થી વધુ લોકો સાથે ચીટિંગ
  • રોકાણના પૈસાથી સરગાસણમાં 15 કરોડનો બંગલો વસાવ્યો
  • આરોપીની પત્ની અને સાસુ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ

Ahmedabad Investment Fraud Case: શહેરમાં વધુ એક મોટું ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ (Investment Fraud) સામે આવ્યું છે. LIC અને શેરબજાર (Share Market) માં ઉંચા વળતરની લાલચ આપી નિર્દોષ રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર ભેજાબાજ મિહિર પરીખની આર્થિક ગુના નિવારણ શાખા (EOW Ahmedabad) એ ધરપકડ કરી છે. આ કૌભાંડીએ અત્યાર સુધીમાં અંદાજે 26 કરોડ રૂપિયાથી વધુની રકમ ઓળવી હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad Investment Fraud Case_gujarat_first

Advertisement

એક પણ પોલિસી લીધા વગર જ તેણે કરોડો રૂપિયા પડાવ્યા

તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી મિહિર પરીખે રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે LIC ની નકલી રસીદો (Fake LIC Receipts) બનાવી આપી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, એક પણ પોલિસી લીધા વગર જ તેણે કરોડો રૂપિયા પડાવ્યા હતા. આ મામલે અત્યાર સુધીમાં 8 જેટલા લોકોએ ફરિયાદ નોંધાવી છે, જ્યારે પ્રાથમિક તપાસમાં 15 થી વધુ લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જણાય છે. મિહિરે તેના નજીકના સંબંધીઓને પણ છોડ્યા નથી; તેણે તેની કાકી સાસુ સાથે પણ સારા વળતરના નામે મોટી ચીટિંગ (Cheating) કરી છે.

Advertisement

Ahmedabad Investment Fraud Case_gujarat_first

Ahmedabad : લોકોને પૈસૈ કરોડોની પ્રોપર્ટી વસાવી

રોકાણકારોના પરસેવાની કમાણીમાંથી મિહિરે અત્યંત વૈભવી જીવન વસાવ્યું હતું. તેણે સરગાસણમાં 14 થી 15 કરોડનો આલીશાન બંગલો (Luxurious Bungalow) અને આંબલી જેવા પોશ વિસ્તારમાં ભવ્ય ફ્લેટ ખરીદ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ ગુનામાં મિહિરની પત્ની, સાસુ અને તેના કર્મચારીઓની પણ સંડોવણી હોવાથી પોલીસ દ્વારા તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. EOW હાલમાં આરોપીની મિલકતો અને બેંક ખાતાઓની તપાસ કરી રહી છે જેથી છેતરપિંડીનો આ આંકડો હજુ વધી શકે તેવી શક્યતા છે.

આ પણ વાંચો; Banaskantha : થરાદ સેશન્સ કોર્ટેનો મહત્ત્વનો ચુકાદો, દુષ્કર્મ કેસના આરોપીને સજા ફટકારીને દંડ કરાયો

Tags :
Advertisement

.

×