Ahmedabad : યુવકની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ, કોર્ટે કહ્યું- દુર્જનને દંડ નહીં આપી શકતા કાયદાનું..!
- અરાજકતા ફેલાવનારા સામે સરકાર બાદ કોર્ટનું પણ કડક વલણ (Ahmedabad)
- વિષહીન સાપનું ઉદાહરણ આપીને સેશન્સ કોર્ટે ચુકાદામાં ટાંક્યું
- વિષહીન સાપનો ઉપયોગ ગળામાં ભરાવીને સેલ્ફી લેવા થાયઃ કોર્ટ
- દુર્જનને દંડ નહીં આપી શકતા કાયદાનું સન્માન કોણ કરશે? : કોર્ટ
- દોષિતોને સમયસર દંડ મળશે તો જ અરાજકતા ઘટશેઃ સેશન્સ કોર્ટ
અમદાવાદનાં (Ahmedabad) વાડજ વિસ્તારમાં વર્ષ 2021 માં ઉછીના 10 હજાર રૂપિયા પરત નહીં કરવા બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી દોષી સાબિત થતાં સેશન્સ કોર્ટે (Sessions Court) આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ વિષહીન સાપનું ઉદાહરણ આપીને સેશન્સ કોર્ટે ચુકાદામાં ટાંક્યું કે, જેમ વિષહીન સાપનો ઉપયોગ ગળામાં ભરાવીને સેલ્ફી લેવા થાય તેમ દુર્જનને દંડ નહીં આપી શકતા કાયદાનું સન્માન કોણ કરશે? આમ અરાજકતા ફેલાવનારા સામે સરકાર બાદ કોર્ટનું પણ કડક વલણ સામે આવ્યું છે.
આ પણ વાંચો - Gram Panchayat Election : મતદાન પહેલા અરવલ્લી-ભાવનગર જિલ્લામાં આ ગ્રા. પં. સમરસ બની
વર્ષ 2021 માં વાડજ હત્યા કેસમાં દોષિતને આજીવન કેદની સજા
અમદાવાદનાં (Ahmedabad) વાડજ વિસ્તારમાં વર્ષ 2021 માં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. ઉછીના આપેલા રૂ. 10 હજાર પરત નહીં કરવા બાબતે વિજય ભીલ નામનાં શખ્સે યુવકની હત્યા કરી હતી. આ કેસમાં હવે સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. તમામ પુરાવા અને સાક્ષીઓનાં આધારે આરોપી વિજય ભીલ દોષી સાબિત થતા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સમગ્ર કેસમાં 22 જેટલા સાહેદોને તપાસવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Botad : ઈંગોરાળા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યુવકના મોતનું કારણ બની!
દુર્જનને દંડ નહીં આપી શકતા કાયદાનું સન્માન કોણ કરશે? : કોર્ટ
સેશન્સ કોર્ટે (Sessions Court) પોતાનાં ચુકાદામાં વિષહીન સાપનું ઉદાહરણ આપીને ટાંક્યું કે, 'જેમ દાંત વગરનાં અને વિષ વગરનાં કોબ્રાનું કોઈપણ સન્માન કરતું નથી અને તેને ગળામાં ભરાવી સેલ્ફી લેવામાં ઉપયોગ કરે છે, તેમ જો કાયદો શૌર્યહીન હશે અને દુર્જનને દંડ નહીં આપે તો વિધિવિધાનનું સન્માન કોણ કરશે ? સેશન્સ કોર્ટે કહ્યું કે, દોષિતોને સમયસર દંડ મળશે તો જ અરાજકતા ઘટશે.
આ પણ વાંચો - Gondal Election : ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ, 40 ગામમાં સરપંચ-સભ્યો માટે ઉમેદવારી નોંધાઈ