Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : હેવમોર આઈસ્ક્રીમના કોનમાંથી નીકળી ગરોળી, ચકચાર મચી ગઈ

હેવમોર આઈસ્ક્રીમ (Havmore ice cream) ના કોનમાંથી ગરોળી નીકળતા ચકચાર મચી ગઈ છે. મણિનગરની મહિલાએ આ કોન ખરીદ્યો હતો જેમાંથી ગરોળી નીકળી છે. હવે AMC એ તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે. વાંચો વિગતવાર.
ahmedabad   હેવમોર આઈસ્ક્રીમના કોનમાંથી નીકળી ગરોળી  ચકચાર મચી ગઈ
Advertisement
  • Havmore ice cream ના કોનમાંથી ગરોળી નીકળતા ચકચાર મચી ગઈ
  • મણિનગરની મહિલાએ ખરીદેલા ચોકલેટ કોનમાંથી ગરોળી નીકળી
  • AMC એ તપાસનો ધમધમાટ શરુ કરી દીધો
  • કોન ખરીદ્યો હતો તે રીટેલ કાઉન્ટર સીલ કરાયું

Ahmedabad : શહેરમાં અવારનવાર મોટી અને પ્રખ્યાત ફૂડ બ્રાન્ડના ખાદ્યપદાર્થોમાંથી જીવાતો નીકળવાના કિસ્સા બની રહ્યા છે. આ શ્રેણીમાં આઈસ્ક્રીમની કંપની હેવમોરના ચોકલેટ કોનમાંથી ગરોળી નીકળવાની ઘટનાને લીધે ચકચાર મચી ગઈ છે. મણિનગરની મહિલાએ હેવમોર (Havmore ice cream) નો ચોકલેટ કોન ખરીદ્યો હતો. આ કોનમાંથી ગરોળી નીકળતા મહિલા ચોંકી ગઈ ગઈ હતી. આ ઘટનાથી ચકચાર મચી જતા AMC એ તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે.

તપાસનો ધમધમાટ

મણિનગરની મહિલાએ Havmore ice cream નો ચોકલેટ કોન ખાવા જતા તેમાંથી ગરોળી નીકળી હતી. આ ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ AMC એ તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે. Ahmedabad Municipal Corporation ના ફૂડ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ તાત્કાલિક જ્યાંથી કોન ખરીદવામાં આવ્યો હતો તે રીટેલ કાઉન્ટર પર ધસી ગયા હતા. જો કે અહીં તેમને માલૂમ પડ્યું કે, આ વિક્રેતા પાસે લાયસન્સ નથી. તેથી તાત્કાલિક આ રીટેલ કાઉન્ટરને સીલ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત AMC ના અધિકારીઓની ટીમ હેવમોરની નરોડા સ્થિત ફેક્ટરીમાં પણ તપાસ માટે પહોંચી ગઈ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Surat ના 'એક છોટી સી લવ સ્ટોરી' કિસ્સામાં શિક્ષિકાને મળી ગર્ભપાતની મંજૂરી

વારંવાર બનતી ઘટનાઓ

બહારથી મંગાવવામાં આવતા ખાદ્ય પદાર્થોમાં વારંવાર જીવાતો નીકળવાની ઘટનાઓ બને છે. અમદાવાદ જેવા શહેરમાં નાની અને લોકલ ફૂડ બ્રાન્ડ તો ઠીક પરંતુ અનેક મોટા ફૂડ જાયન્ટ્સની બ્રાન્ડના ખાદ્યપદાર્થોમાંથી પણ જીવાતો નિકળવાના કિસ્સા બને છે. હવે નાગરિકો ભરોસો કરે તો કોના પર કરે ? બહારથી મંગાવવામાં આવતા ખાદ્યપદાર્થોથી અનેક શાકાહારી પરિવારોને ક્ષોભમાં મુકાવવાના કિસ્સાઓ પણ બન્યા છે. આ ઉપરાંત સરકારી વિભાગોની કામગીરી પર પણ સવાલો ઉઠે છે. શું સરકારી અધિકારીઓ પોતાની ફરજ નિષ્ઠાથી બજાવવાને બદલે ઢીલો દોર મુકી દે છે. શું અધિકારીઓ કંઈક મેળવવાની લાલચમાં શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ?

આ પણ વાંચોઃ Sabarkantha: રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા ઈડરવાસીઓને હાલાકી, સરકારી જવાબ સાંભળીને ચોંકી જશો

Tags :
Advertisement

.

×