Ahmedbad : બોપલમાં ગટરની સફાઈ કરતા 2 શ્રમિકનાં મોત મામલે મોટી કાર્યવાહી!
- Ahmedbad બે શ્રમિકોનાં મોત મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ
- બોપલનાં ધ ગાર્ડન બંગ્લોઝમાં બે શ્રમિકોનાં થયા હતા મોત
- ગટર સાફ કરવા માટે ઉતરેલા બે શ્રમિકોનાં મોત થયા હતા
- SC-ST સેલ પોલીસે કોન્ટ્રાક્ટર મુકેશ ઠાકુરની કરી ધરપકડ
Ahmedbad : અમદાવાદમાં બે શ્રમિકોનાં મોત મામલે SC-ST સેલ પોલીસ (SC-ST Cell Police) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે કોન્ટ્રાક્ટર મુકેશ ઠાકુરની ધરપકડ કરી છે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ પહેલા બોપલમાં આવેલા ધ ગાર્ડન બંગ્લોઝમાં ગેસ ગળતર થતા ગટરની સફાઈ કરી રહેલા બે શ્રમિકોનાં મોત નીપજ્યા હતા, જે બાદ મૃતકોનાં પરિવારજનો દ્વારા આ મામલે યોગ્ય તપાસ અને ન્યાયની માગ કરાઈ છે.
આ પણ વાંચો - Surat : નેપાળમાં ફસાયેલા નાગરિકો અને હેલ્મેટ કાયદા અંગે સાંસદ મુકેશ દલાલની પ્રતિક્રિયા
Ahmedbad નાં બોપલમાં ગટરની સફાઈ કરતા બે શ્રમિકોનાં મોત થયા હતા
જણાવી દઈએ કે, અમદાવાદનાં (Ahmedbad) બોપલ વિસ્તારમાં 5 સપ્ટેમ્બરે ધ ગાર્ડન બંગ્લોઝમાં ગટર સાફ-સફાઈનું કામ ચાલી રહ્યું હતું. 1.50 લાખમાં સોસાયટીની ગટર સાફ-સફાઈ અને જોડાણનું કામ રાખ્યું હતું. દરમિયાન, ગેસ ગળતરનાં કારણે શ્વાસ રુંધાઇ જતાં ગટરની સાફ-સફાઈ કરી રહેલા બે શ્રમિક વિકાસ કોરી અને કનૈયા કોરીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો - Gujarat : ફેક્ટરી માલિક, કૉન્ટ્રાક્ટરો અને બિલ્ડરો માટે આ જાણકારી મહત્વની, અસ્થાયી કામદારોની નોંધણી નહીં કરાવો તો...
SC-ST સેલ પોલીસે કોન્ટ્રાક્ટર મુકેશ ઠાકુરની કરી ધરપકડ
માહિતી મુજબ, SC-ST સેલ પોલીસ (SC-ST Cell Police) આ કેસમાં કોન્ટ્રાક્ટર મુકેશ ઠાકુરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ સુરક્ષા સાધનો આપવામાં આવ્યા હતા કે કેમ ? શ્રમિકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે કેમ ? સહિતનાં સવાલોનો જવાબ મેળવવા પોલીસ તપાસ આદરી છે.
આ પણ વાંચો - Vadodara : કોર્ટમાંથી ફરાર આરોપી સુરતથી ઝડપાયો, મદદગારની તપાસ જારી