Ahmedabad: વટવા GIDC માં બોઈલર ફાટયા બાદ લાગી મોટી આગ
- અમદાવાદ વટવા GIDCમાં ગઈકાલે મોડી રાત્રે લાગી હતી આગ
- વટવાની જીઆઇડીસી માં બોઇલર ફાટયું હતું
- પાર્શ્વનાથ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ફાટ્યું બોઇલર
- વટવા જીઆઇડીસી ફેઝ 2 માં બોઇલર ફાટયું
- ફાયરની 8 ગાડીઓ ઘટના સ્થળ પર પહોચી હતી
Ahmedabad:અમદાવાદની વટવા GIDCમાં બોઈલર ફાટયું હતુ જેમાં પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં આ બોઈલર ફાટવાની ઘટનના બની હતી વટવા જીઆઈડીસી ફેઝ 2માં બોઈલર ફાટયું અને આગ ભભૂકી ઉઠી હતી,સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતુ તો વહેલી સવારે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.
વટવા GIDC ફેઝ 2ની ઘટના
અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ 2માં આ ઘટના બની હતી જેમાં કંપનીની અંદર શ્રમિકો કામ કરી રહ્યાં હતા અને રાત્રી દરમિયાન બોઈલર ફાટયું હતુ અને બોઈલર ફાટતા આગા ફાટી નીકળી હતી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો અને ફાયર વિભાગની સાત કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.અને આગને કાબુમા લીધી હતી ઘટનાની જાણ થતા કંપનીના મેનેજર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કઈ રીતે બોઈલર ફાટયું તે દિશામાં તપાસ હાથધરી છે.
આ પણ વાંચો -HMPV ને લઈ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં! સિવિલ હોસ્પિટલમાં શરૂ કરી તૈયારી
પોલીસે લીધા શ્રમિકોના નિવેદન
પોલીસે સમગ્ર ઘટનામાં શ્રમિકોના નિવેદન લીધા છે અને કંપનીમાં તપાસ હાથધરી છે,આગ લાગી છે કે લગાવવામાં આવી છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી છે ત્યારે એફએસેલના રીપોર્ટમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું,આગ લાગતા પહેલા ધડાકો થયો અને તેમાંથી આગ ફાટી નીકળી હતી,પ્લાસ્ટિકને લગતી સામગ્રી આ કારખાનામાં બનતી હતી.