Ahmedabad : વેજલપુર વિસ્તારમાં ભીષણ આગ, બે લોકોના કરુણ મોત
- Ahmedabad : વેજલપુરની ક્રિષ્ના નગરીમાં મોડી રાત્રે ભીષણ આગ
- આગની ઘટનામાં બે લોકોના થયા મોત
- ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ
- સ્થાનિકોમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ
Ahmedabad : શહેરમાં ફરી એકવાર આગની ગોઝારી ઘટના સામે આવી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વેજલપુરની ક્રિષ્ના નગરી સોસાયટીમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં કમનસીબે બે લોકોના મોત નીપજ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.
અમદાવાદ (Ahmedabad) માં વેજલપુરની ક્રિષ્ના નગરીમાં મોડી રાત્રે ભીષણ આગ
મળતી માહિતી મુજબ, વેજલપુરની ક્રિષ્ના નગરી સોસાયટીમાં મોડી રાત્રે અચાનક એક મકાનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તુરંત ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
આગમાં બે લોકો ભડથું
ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ગંભીર હતી કે અંદર ફસાયેલા બે લોકોને બચાવી શકાયા નહોતા. ફાયરબ્રિગેડની ટીમે આગને વધુ ફેલાતી અટકાવી હતી, જેના કારણે મોટી હોનારત ટળી હતી.
Ahmedabad : અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં આગ
ક્રિષ્ના નગરીમાં મોડી રાત્રે લાગી હતી આગ
આગની ઘટનામાં બે લોકોના થયા મોત
આગમાં 3 લોકો દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા
ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ#Ahmedabad #Vejalpur #Fire #Tragedy #LocalNews #FireFighters #GujaratFirst pic.twitter.com/CCDLalJNBD— Gujarat First (@GujaratFirst) February 24, 2026
આ પણ વાંચો : Rajkot: "અમે ત્યાં કપડાં ઉતારવાનું રમતા હતા" 5 વર્ષની બાળકીએ માતાને જે કહી સંભળાવ્યું તે જાણી તમે પણ કંપી જશો!


