Ahmedabad : બાપુનગર એપ્રોચ પાસે દુકાનમાં લાગી ભયંકર આગ, ફાયર વિભાગ ઘટનાસ્થળે
- Ahmedabad ના બાપુનગર એપ્રોચ પાસે ભંયકર આગ
- દુકાનમા લાગી અચાનક આગ
- આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
- આગ લાગતા ફાયર વિભાગ ઘટનાસ્થળે
Ahmedabad : અમદાવાદના બાપુનગર એપ્રોચ વિસ્તારમાં આજે એક દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. શરૂઆતમાં સામાન્ય દેખાતી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પગલે આસપાસના વિસ્તારમાં ગભરાહટનો માહોલ સર્જાયો હતો.
કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલી એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આજે ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં લોકો ગભરાઈ ગયા હતા. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે કોમ્પ્લેક્સની અનેક દુકાનો તેની લપેટમાં આવી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના સઘન પ્રયાસો હાથ ધર્યા છે.
અફરાતફરીનો માહોલ (Ahmedabad fire incident)
અમદાવાદ (Ahmedabad) ના વિરાટનગરના મુખ્ય માર્ગ પર આવેલા આ કોમ્પ્લેક્સમાં અચાનક આગ ફાટી નીકળતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ મળી રહેલી માહિતી અનુસાર, આગની શરૂઆત થતાં જ તે ખૂબ જ ઝડપથી આખા કોમ્પ્લેક્સમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે અનેક દુકાનોને મોટું નુકસાન થવાની સંભાવના છે. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી જોવા મળ્યા હતા, જેણે દૂરના વિસ્તારોનું ધ્યાન પણ ખેંચ્યું હતું. આગની ઘટનાને પગલે કોમ્પ્લેક્સની અંદર અને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભયના માહોલમાં લોકો સલામત સ્થળે દોડી ગયા હતા.
ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ ચાલી રહી છે, પરંતુ સદનસીબે જાનહાનિના કોઈ સમાચાર નથી. હાલમાં ફાયર બ્રિગેડનું પ્રથમ લક્ષ્ય આગને સંપૂર્ણપણે ઓલવી દેવાનું છે. આગની તીવ્રતા જોતાં કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોમાં મોટા આર્થિક નુકસાનની સંભાવના છે. આગથી થયેલા નુકસાનનો ચોક્કસ આંકડો હાલમાં જાણી શકાયો નથી, પરંતુ અનેક દુકાનો આગની લપેટમાં આવતા કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો : Rajkot: મવડી વિસ્તારમાં કારમાં અચાનક ભભૂકી ઉઠી આગ, જૂની અદાવત કારણભૂત હોવાની ચર્ચા