Ahmedabad BRTS Strike : શું BRTS સેવા લાંબો સમય બંધ રહેશે ? બસ ડ્રાઇવરો અને કંપની વચ્ચે આરપારની લડાઈ
Ahmedabad BRTS Strike : અમદાવાદમાં (Ahmedabad) મેમ્કો ડેપો ખાતે ખાનગી માતેશ્વરી કંપનીના (Mateshwari Company) અંદાજે 90 જેટલા BRTS બસના ડ્રાઇવરો અચાનક હડતાલ પર ઉતરી ગયા છે. ડ્રાઇવરોમાં મુખ્યત્વે પગાર વધારો (Salary Hike) અને હાજરી પૂરવા બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હડતાલને કારણે શહેરની બીઆરટીએસ સેવા (BRTS Service) ખોરવાવાની અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે તેવી શક્યતા સેવાઈ રહી છે.
Ahmedabad BRTS Strike : નિયમોમાં ફેરફારની ઉગ્ર માંગ
હડતાલ પર ઉતરેલા ડ્રાઇવરોએ કંપની પર ગંભીર આક્ષેપ કર્યો છે કે જો બસ બ્રેકડાઉન (Bus Breakdown) થાય, તો તેમની હાજરી કાપી લેવામાં આવે છે. હાજરી ન મળવાને કારણે તેમના માસિક પગારમાં (Monthly Salary) મોટો ઘટાડો થાય છે, જેનાથી આર્થિક નુકસાન વેઠવું પડે છે. ડ્રાઇવરો દ્વારા આ નિયમોમાં તાત્કાલિક ફેરફાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. હાલમાં કંપની અને ડ્રાઇવરો વચ્ચે વહેલી તકે સમાધાન (Settlement) માટે ચર્ચા થાય તેવી માંગ ઉઠી છે.
પગાર વધારો અને હાજરી મુદ્દે ડ્રાઈવરોમાં રોષ
પ્રાપ્તથતી માહિતી અનુસાર અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશને BRTS બસ ડ્રાઈવરનો માતેશ્વરી ખાનગી કંપની કોન્ટ્રાક્ટ આપેલો હતો. કંપની સામે ડ્રાઈવરે ગંભીર આક્ષેપ કરી હડતાલ પર ઉતર્યો છે. ડ્રાઇવરોમાં મુખ્યત્વે પગાર વધારો (Salary Hike) અને હાજરી પૂરવા બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડ્રાઇવરોએ કંપની પર ગંભીર આક્ષેપ કર્યો છે કે જો બસ બ્રેકડાઉન (Bus Breakdown) થાય, તો તેમની હાજરી કાપી લેવામાં આવે છે.


