Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Meghaninagar માં Suicide Case માં વળાંક, પત્ની અને સાસરિયા સામે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ!

અમદાવાદના મેઘાણીનગરમાં (Meghaninagar) યુ.એન. મહેતા હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફના યુવક ભવિષ્ય સોલંકીએ સાસરિયાના ત્રાસથી કંટાળી આપઘાત (Suicide) કર્યો છે. પત્ની અને સાસરિયા પક્ષ દ્વારા અપાતા માનસિક ત્રાસ અને જાતિ વિષયક અપમાનજનક શબ્દોના કારણે યુવકે જાસપુર કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ મામલે મેઘાણીનગર પોલીસે પત્ની સહિત 4 (Four) લોકો સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
meghaninagar માં  suicide case માં વળાંક  પત્ની અને સાસરિયા સામે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ
Advertisement
  • Meghaninagar માં યુવકના Suicide Case માં નવો વળાંક
  • યુવકને આપઘાત માટે મજબૂર કરનાર સાસરિયા સામે ફરિયાદ દાખલ થઈ
  • ભવિષ્ય સોલંકી નામના યુવકે કેનાલમાં ઝંપલાવીને કરી હતી આત્મહત્યા
  • મૃતક યુ.એન. મહેતા હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે કરતો હતો કામ
  • આપઘાત પહેલા યુવકે સોશિયલ મીડિયા અને વોટ્સએપ સ્ટેટસમાં લખ્યા હતા નામ

Meghaninagar Suicide Case: અમદાવાદ (Ahmedabad) ના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા અને નર્સિંગ ક્ષેત્રે કાર્યરત યુવકના આપઘાત મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભવિષ્ય સોલંકી નામના યુવકે ગત માર્ચ મહિનામાં જાસપુર પાસે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા (Suicide) કરી હતી. આ મામલે હવે મેઘાણીનગર પોલીસે પત્ની સહિત પરિવારના 4 (Four) સભ્યો સામે ગુનો નોંધ્યો છે. મૃતક યુવકે મરતા પહેલા સાસરિયા પક્ષના માનસિક ત્રાસની વિગતો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

મૃતક ભવિષ્ય સોલંકી. યુ.એન. મહેતા (UN Mehta) હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતો હતો. આરોપ મુજબ યુવક સાસરિયા પક્ષના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મેઘાણીનગર પોલીસે હવે પત્ની સહિત 4 (Four) વ્યક્તિઓ સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ (Atrocity Act) હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ભવિષ્યનો મૃતદેહ જાસપુર પાસેની કેનાલમાંથી મળી આવ્યો હતો, જે બાદ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

Advertisement

Meghaninagar Suicide Case Ahmedabad_GUJARAT 0

Advertisement

પ્રેમ લગ્ન (Love Marriage) બાદ શરૂ થયો વિખવાદ

ભવિષ્ય સોલંકીએ અંદાજે 5 (Five) વર્ષ પહેલા પ્રેમ લગ્ન (Love Marriage) કર્યા હતા. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યા બાદ પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ શરૂ થયો હતો. આ ઝઘડાઓને કારણે તેની પત્ની રિસાઈને પિયર ચાલી ગઈ હતી. ભવિષ્યએ પોતાના દામ્પત્ય જીવનને બચાવવા માટે પત્ની સાથે અનેકવાર વાતચીત (Conversation) કરવાના પ્રયાસો કર્યા હતા. યુવકના પરિવારના આરોપ છે કે, તેના સાસરિયા પક્ષના લોકો તેને પત્ની સાથે મળવા દેવાને બદલે તેના માટે જાતિ વિષયક શબ્દોનો પ્રયોગ કરતા હતા. સાસરિયા પક્ષનું આ અમાનવીય વર્તન અને સતત મળતો માનસિક ત્રાસ (Mental Torture) યુવકના જીવલેણ આપઘાતનું મુખ્ય કારણ બન્યું છે.

આ પણ વાંચો--- Junagadh ના Mangrol પાસે ખાનગી બસ પલટી, નીલગાયને બચાવવા જતા Accident, 2 મહિલાના મોત

WhatsApp Status પર દર્દ રજૂ કરી જીવન ટૂંકાવ્યું

આપઘાત કરવાના અંતિમ પગલા પહેલા ભવિષ્ય સોલંકીએ પોતાની વ્યથા સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર રજૂ કરી હતી. તેણે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં (WhatsApp Status) સ્પષ્ટપણે લખ્યું હતું કે કયા લોકો તેને મરવા માટે મજબૂર કરી રહ્યા છે. આ અગાઉ પણ સાસરિયાના ત્રાસ સામે લડવામાં હારી ગયેલા ભવિષ્યએ 2 (Two) વખત મરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદ મુજબ, પત્ની સહિત 4 (Four) આરોપીઓએ તેને એવી સ્થિતિમાં મૂકી દીધો હતો કે તેની પાસે આપઘાત સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. હાલમાં પોલીસ આ તમામ આરોપીઓની શોધખોળ કરી રહી છે, જેઓ હજુ પણ પોલીસ પકડથી (Absconding) દૂર છે.

આ પણ વાંચો--- Ahmedabad: 34 વર્ષનો લાંબો ઈન્તઝાર અને ખાખીનું 'ભગીરથ' કાર્ય, ફરઝાના મર્ડર મિસ્ટ્રીના ચોંકાવનારા ખુલાસો, જાણો

 

Tags :
Advertisement

.

×