Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad માં IPL મેચના દિવસે મેટ્રોમાં નોંધાઈ અત્યાર સુધીની સૌથી વધુ ભીડ, આંકડો જાણી ચોંકી જશો!

Ahmedabad: અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન (Metro Train) હવે લોકોની જીવનરેખા બની રહી હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં યોજાયેલી આઈપીએલ (IPL) મેચ દરમિયાન અમદાવાદ મેટ્રોએ મુસાફરોની સંખ્યામાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
ahmedabad માં ipl મેચના દિવસે મેટ્રોમાં નોંધાઈ અત્યાર સુધીની સૌથી વધુ ભીડ  આંકડો જાણી ચોંકી જશો
Advertisement
  • Ahmedabad મેટ્રોમાં એક જ દિવસમાં રેકોર્ડ 2.25 લાખ મુસાફરો
  • ગુજરાત-બેંગલુરુ IPL મેચ દરમિયાન વધ્યો ભારે ટ્રાફિક
  • મેટ્રો ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો
  • એક દિવસમાં સૌથી વધુ મુસાફરીનો નવો રેકોર્ડ નોંધાયો
  • પ્રીમિયર લીગના કારણે શહેરમાં વધ્યું અવરજવર
  • અગાઉનો 2.21 લાખ મુસાફરોનો રેકોર્ડ તૂટી ગયો

Ahmedabad: અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન (Metro Train) હવે લોકોની જીવનરેખા બની રહી હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં યોજાયેલી આઈપીએલ (IPL) મેચ દરમિયાન અમદાવાદ મેટ્રોએ મુસાફરોની સંખ્યામાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ગુજરાત અને બેંગલુરુ વચ્ચેની રોમાંચક મેચ જોવા માટે ઉમટેલી ભીડને કારણે મેટ્રોમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 2.25 લાખ મુસાફરો નોંધાયા છે.

Ahmedabad મેટ્રોમાં એક જ દિવસમાં રેકોર્ડ 2.25 લાખ મુસાફરો

આ સાથે જ મેટ્રોએ પોતાનો અગાઉનો 2.21 લાખ મુસાફરોનો રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે જવા માટે ક્રિકેટ પ્રેમીઓએ ખાનગી વાહનો કે ટેક્સીને બદલે મેટ્રો ટ્રેનને પ્રથમ પસંદગી આપી હતી. ખાસ કરીને ક્રિકેટ ફીવર અને શહેરના ટ્રાફિકથી બચવા માટે મેટ્રો સૌથી વધુ સુરક્ષિત અને ઝડપી સાધન સાબિત થઈ રહ્યું છે.

Advertisement

મેટ્રો સેવા પર લોકોનો વધતો ભરોસો

આંકડાઓ પર નજર કરીએ તો, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ મુસાફરોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો હતો, પરંતુ IPL મેચના દિવસે આ આંકડો સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવામાં મેટ્રો સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે અને લોકોનો આધુનિક પરિવહન સેવા પર વિશ્વાસ વધી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: NEET-TAT Exam Gujarat 2026: ગુજરાતમાં NEET અને TAT પરીક્ષા, લાખો ઉમેદવારો આપશે કસોટી

Tags :
Advertisement

.

×