AMC માં રાજકીય ગરમાવો: Ahmedabad Mayor પદની રેસમાં કોણ બાજી મારશે?
Ahmedabad મનપામાં નવા Mayor ની પસંદગી પ્રક્રિયા તેજ
રોસ્ટર મુજબ OBC જ્ઞાતિના મેયરની થશે વરણી
મેયર પદ માટે કુલ 4 દાવેદારો પ્રબળ
થલતેજના હિતેશ બારોટ મેયર પદના પ્રબળ દાવેદાર
ધરમશી દેસાઈ અને જશુ ઠાકોરનું નામ ચર્ચાયું
વેજલપુરના રાજુ ઠાકોર પણ મેયરની રેસમાં સામેલ
સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે 4 દાવેદારો મેદાનમાં
દેવાંગ દાણીને ફરી ચેરમેન પદ મળે તેવી શક્યતા
જૈનિક વકીલ અને કમલેશ પટેલના નામ ચર્ચામાં
નિકોલના પરેશ લાખાણી પણ ચેરમેન પદના દાવેદાર
Ahmedabad New Mayor : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં સત્તાના નવા સમીકરણો રચાઈ રહ્યા છે. હાલના કાર્યકાળના અંતિમ તબક્કે નવા મેયરની વરણી માટેની પ્રક્રિયા અત્યંત તેજ બની છે. નવા રોસ્ટર મુજબ, આગામી મેયર પદ માટે OBC (અન્ય પછાત વર્ગ) કેટેગરી અનામત હોવાથી ભાજપના મોવડી મંડળમાં મંથન શરૂ થઈ ગયું છે.
કોણ છે પ્રબળ દાવેદાર
આ રેસમાં થલતેજ (Thaltej) વોર્ડના હિતેશ બારોટ (Hitesh Barot) હાલમાં સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પક્ષના સંગઠનમાં તેમની પકડ અને અનુભવને જોતા તેમનું નામ મોખરે છે. જોકે, તેમની સાથે જ અન્ય અનુભવી નેતાઓ પણ રેસમાં છે. જેમાં ધરમશી દેસાઈ (Dharamshi Desai) અને જશુ ઠાકોર (Jashu Thakor) ના નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત વેજલપુર (Vejalpur) થી રાજુ ઠાકોર (Raju Thakor) પણ પોતાની દાવેદારી મજબૂત રીતે રજૂ કરી રહ્યા છે. આમ, મેયર પદ માટે મુખ્યત્વે ચાર દિગ્ગજ નેતાઓ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના શહેરોને મળશે Women Mayor : અમદાવાદથી સુરત સુધી કોણ સંભાળશે સત્તા?
Ahmedabad Municipal Corporation માં નવા મેયરની પસંદગી પ્રક્રિયા તેજ | Gujarat First
રોસ્ટર મુજબ OBC જ્ઞાતિના મેયરની થશે વરણી
મેયર પદ માટે કુલ 4 દાવેદારો પ્રબળ
થલતેજના હિતેશ બારોટ મેયર પદના પ્રબળ દાવેદાર
ધરમશી દેસાઈ અને જશુ ઠાકોરનું નામ ચર્ચાયું
વેજલપુરના રાજુ ઠાકોર પણ મેયરની… pic.twitter.com/MYhRT2gX47— Gujarat First (@GujaratFirst) April 29, 2026
સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદ માટે ખેંચતાણ
માત્ર મેયર જ નહીં, પરંતુ અમદાવાદ મનપાની સૌથી મહત્વની એવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ ભારે ખેંચતાણ ચાલી રહી છે. આ પદ માટે ચાર દાવેદારો મેદાનમાં છે. ચર્ચા એવી છે કે વર્તમાન ચેરમેન દેવાંગ દાણી (Devang Dani) ને ફરીથી આ જવાબદારી સોંપવામાં આવી શકે છે, કારણ કે તેમના કાર્યકાળમાં મહત્વના પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક અમલમાં આવ્યા છે. જોકે, તેમની સામે જૈનિક વકીલ (Jainik Vakil) અને કમલેશ પટેલ (Kamlesh Patel) જેવા મજબૂત નેતાઓ પણ પદ માટે આશાવાદી છે. આ યાદીમાં નિકોલ (Nikol) વિસ્તારના પરેશ લાખાણી (Paresh Lakhani) નું નામ પણ ચેરમેન પદના ઉમેદવાર તરીકે ચર્ચાઈ રહ્યું છે.
આગામી દિવસોમાં ભાજપનું મોવડી મંડળ કોના નામ પર મહોર મારે છે, તે જોવું રસપ્રદ રહેશે. અમદાવાદ (Ahmedabad) શહેરના વિકાસ કામોને વેગ આપવા માટે નવા પદાધિકારીઓની પસંદગીમાં પક્ષ સંતુલન જાળવવાનો પૂરો પ્રયાસ કરશે.
આ પણ વાંચો: Vote Share Analysis: મહાનગરપાલિકાથી તાલુકા પંચાયત સુધી કોનું વર્ચસ્વ? આપ-કોંગ્રેસની શું છે સ્થિતિ?


