Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

 AMC Budget: શું AMC દેવાળિયું બનવા તરફ? દેવા મુદ્દે વિપક્ષના ગંભીર આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વર્ષ 2026-27ના બજેટમાં ₹1326.88 કરોડનું દેવું દર્શાવવામાં આવ્યું છે. જોકે, વિપક્ષી નેતા શહેઝાદ ખાન પઠાણે (Shehzad Khan Pathan) આક્ષેપ કર્યો છે કે વર્લ્ડ બેંક (World Bank) ની લોનના ₹1815 કરોડ છુપાવવામાં આવ્યા છે અને વાસ્તવિક દેવું ₹3141.88 કરોડ છે, જે શહેરની આર્થિક સ્થિતિ માટે ચિંતાજનક છે.
 amc budget  શું amc દેવાળિયું બનવા તરફ  દેવા મુદ્દે વિપક્ષના ગંભીર આક્ષેપ
Advertisement
  •  AMC Budget: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દેવામાં હોવાનો દાવો
  • દેવાનો આંકડો છૂપાવ્યો હોવાનો વિપક્ષ નેતાનો આરોપ
  • "દેવા તરીકે માત્ર વર્લ્ડ બેંકની લોનમાં રુ.650 કરોડ દર્શાવ્યા"
  • "કોર્પોરેશને રુપિયા 1815 કરોડનું ઓછું દેવું દર્શાવેલું છે"
  • AMC ના માથે કુલ રુ.3141.88 કરોડનું દેવું: શહેઝાદ ખાન

AMC Budget: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટમાં સંસ્થાના દેવાની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. 1 એપ્રિલ 2026ની સ્થિતિએ કોર્પોરેશન પર સરકારી લોન (Government Loan) પેટે ₹80.11 કરોડ, GSFS લોન પેટે ₹354.47 કરોડ, ગ્રીન બોન્ડ (Green Bond) તરીકે ₹200 કરોડ અને GRCP લોન તરીકે ₹350 કરોડ મળીને કુલ ₹984.58 કરોડનું દેવું દર્શાવવામાં આવ્યું છે.

 AMC Budget: નવી લોન અને કુલ જવાબદારી

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તંત્ર દ્વારા વધુ દેવું કરવાની યોજના છે. જેમાં GSFS લોન પેટે ₹150 કરોડ અને GRCP લોન તરીકે ₹300 કરોડ મળી કુલ વધારાના ₹450 કરોડની લોન લેવાનું આયોજન છે. આ ઉમેરા સાથે કુલ લોનનો આંકડો ₹1434.58 કરોડ પર પહોંચે છે. જોકે, વર્ષ દરમિયાન ₹107.70 કરોડની લોન પરત ભરવામાં આવશે, જેના કારણે બજેટ દસ્તાવેજો મુજબ કુલ દેવું ₹1326.88 કરોડ રહેશે.

Advertisement

 AMC Budget: વર્લ્ડ બેંકની લોન અંગેનો વિવાદ

આ બજેટના આંકડાઓ સામે નેતા વિપક્ષ શહેઝાદ ખાન પઠાણ (Shehzad Khan Pathan) એ આકરા પ્રહારો કર્યા છે. તેમના દાવા મુજબ, વર્લ્ડ બેંક (World Bank) ની ₹3000 કરોડની લોન સામે ₹2465 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ ટેન્ડરો કાં તો મંજૂર થઈ ગયા છે અથવા મંજૂરીની પ્રક્રિયામાં છે. નિયમ મુજબ આ તમામ રકમ દેવા તરીકે દર્શાવવી અનિવાર્ય છે, પરંતુ તંત્રએ વર્લ્ડ બેંકની લોન પેટે માત્ર ₹650 કરોડ જ દેવામાં દર્શાવ્યા છે. આ ગણતરી મુજબ ₹1815 કરોડનું દેવું બજેટમાં ઓછું દર્શાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે.

Advertisement

રિવરફ્રન્ટને લોન આપવા સામે સવાલ

વિપક્ષે વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પોતે દેવાના ડુંગર નીચે દબાયેલું છે અને વ્યાજ ભરી રહ્યું છે, ત્યારે બીજી તરફ સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પ્રોજેક્ટને કોર્પોરેશન લોન આપી રહ્યું છે.

વાસ્તવિક દેવું ₹3141 કરોડ હોવાનો દાવો

વિપક્ષી નેતા શહેઝાદ ખાન પઠાણનો દાવો છે કે જો વર્લ્ડ બેંકની બાકીની લોન અને અન્ય છુપાવેલા આંકડાઓ ઉમેરવામાં આવે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માથે વાસ્તવમાં ₹3141.88 કરોડનું દેવું છે. સત્તાધારી પક્ષ દ્વારા બજેટમાં આંકડાકીય માયાજાળ રચીને શહેરની જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ પણ વાંચોઃ 'ફિલ્મની વાર્તાના અનુસંધાને વાત કરી હતી', બફાટ બાદ Mona Thiba એ શું કર્યો ખુલાસો?

Tags :
Advertisement

.

×