Ahmedabad: પ્રજાના પ્રશ્નો માટે પૈસા નથી! તો પછી પ્રવાસના પૈસા ક્યાંથી આવ્યા? સ્થાનિકોએ ઠાલવ્યો રોષ
- ભાજપની સરકાર પ્રજાને મૂર્ખ બનાવે છે: સ્થાનિકો
- બજેટમાં કરવામાં આવેલ જોગવાઈનાં કામો નથી થયા: સ્થાનિકો
- આવા પ્રવાસ કરી જનતાના રૂપિયા વેડફવા ન જોઈએ: સ્થાનિકો
Ahmedabad: અમદાવાદના કહેવાતા નગરસેવકો કાશ્મીરના પ્રવાસે જોવાના હોવાની વિગતો ગઈ કાલે સામે આવી હતી. જે મામલે અત્યારે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. રૂપિયા અમદાવાદના 191 કોર્પોરેટર્સ અને 30 અધિકારી જનતના ટેક્સના બે કરોડ રૂપિયા ખર્ચે જમ્મુ કાશ્મીર જવાના છે. 192 કોર્પોરેટર્સની પાંચ દિવસ સ્ટડીના નામે કાશ્મીર ટૂર કરવાના છે. આ કોર્પોરેટર્સ કાશ્મીરની મુલાકાત લઈને ત્યાંનું કામકાજ જોવા જવાની છે. પરંતુ અમદાવાદ શહેરની હાલત કેવી છે? ચાલો તમને અને તમેન અમદાવાદની સ્થિતિ બતાવીએ.
કેટલાક વિસ્તારમાં રોડ રસ્તાના કામ અધૂરા: સ્થાનિકો
અમદાવાદ શહેરમાં અનેક પ્રકારની સમસ્યાઓ છે તેનો ઉકેલ લાવવાનો ના તો આ કોર્પોરેટર્સને કોઈ રસ છે ના સમય! અમદાવાદના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા તો કેટલાક વિસ્તારમાં રોડ રસ્તાના કામ અધૂરા છે. પરંતુ અમદાવાદના કોર્પોરટરોથી અમદાવદાના કામ અને તેની દેખરેખ તો થતી નથી. ત્યાં પ્રજાના પૈસાનો ધૂમાડો કરવા કાશ્મીર ટૂરનું પ્લાન કરી રહ્યાં છે. આ મામલે શહેરીજનોએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: Ahmedabad: કામનું જે થવું હોય એ થાય! કહેવાતા નગરસેવકો પ્રજાના પૈસે શ્રીનગર જઈ મોજ કરશે
ફરવું જ હોય તો આતો તમારુ ગુજરાત મોડલ છે ફરોનેઃ સ્થાનિક
કહેવાતા નગરસેવકો (કોર્પોરેટરો)ના પ્રવાસ મુદ્દે અમદાવાદમાં આવેલી ઇન્ડીયા કોલોનીનાં સ્થાનિકોની પ્રતિક્રિયા સામે આવી છે. સ્થાનિકોએ કહ્યું કે, ભાજપની સરકાર પ્રજાને મૂર્ખ બનાવે છે. સંજયનગર છાપરા વિસ્તારમાં ગટરોના કામ નથી થતા અને આ લોકો ફરવાનો પ્લાન કરી રહ્યાં છે.’ એક સ્થાનિકે કહ્યું કે, ‘ફરવું જ હોય તો આતો તમારુ ગુજરાત મોડલ છે ફરોને’. અન્ય સ્થાનિકોએ પોતાનો રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘બજેટમાં કરવામાં આવેલ જોગવાઈનાં કામો થયા નથી. એટલું જ નહીં પરંતુ બાંકડા પણ ફાળવી શકતા નથી. ભાજપ માત્ર ઉત્સવો અને તાયફા કરી રહ્યું છે.’
આ પણ વાંચો: AMC દ્વારા ફ્લાવર શોની એન્ટ્રી ફીમાં કરાયો વધારો, શું મહાનગરપાલિકા તિજોરી ભરવા માંગે છે?
કાશ્મીર પ્રવાસ મામલે બાપુનગરનાં સ્થાનિકોની પ્રતિક્રિયા
અમદાવાદના ભાજપ-કોંગ્રેસના નગરસેવકો જમ્મુ કાશ્મીરના પ્રવાસ જવાના છે, આ મુદ્દે બાપુનગરનાં સ્થાનિકોની પ્રતિક્રિયા પણ સામે આવી છે. નોંધનીય છે કે, પ્રજાના બે કરોડ રૂપિયાના ખર્ચે નગરસેવકો મોજ કરવા શ્રીનગરના પ્રવાસે જવાના છે. ત્યારે બાપુનગર વોર્ડના જાગૃત નાગરિકોએ નેતાઓના નિર્ણય પર રોષ ઠાલવ્યો છે. સ્થાનિકોએ કહ્યું કે, ‘પૂર્વ વિસ્તારમાં સારો રોડ મળે તો સારી વાત કહેવાય. બાપુનગરમાં ચોમાસામાં ભરાતા પાણીનું નિરાકરણ નથી આવતું અને પ્રજાના પ્રશ્નો હોય તો કોર્પોરેટરો જોડે પૈસા નથી હોતા તો પછી આ પ્રવાસના પૈસા ક્યાંથી આવ્યા? એક સ્થાનિકે કહ્યું કે, આવા પ્રવાસ કરી જનતાના રૂપિયા વેડફવા ન જોઈએ.
આ પણ વાંચો: Kutch: આમ આદમી પાર્ટીના નેતા નીકળ્યાં ED ના નકલી અધિકારી! શું લોકો પાર્ટી પર ભરોસો કરશે?