Ahmedabad: નડિયાદની સ્કૂલના આચાર્ય અમદાવાદની હોટલમાંથી પકડાયા! મહિલાના ગંભીર આરોપ
- Ahmedabad માં નડિયાદની સ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય હોટલમાંથી ઝડપાયા
- LC માટે મહિલાને હોટલમાં બોલાવતા થયો પર્દાફાશ
- સ્કૂલના બાળકની માતાને હોટલમાં બોલાવી હોવાનો આરોપ
Ahmedabad: અમદાવાદના વટવા (Vatva) વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નડિયાદ (Nadiad) તાલુકાની એક શાળાના ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલા (Kirit Zhala) ને એક મહિલા સાથે હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.
Ahmedabad: LC મેળવવા માટે હોટલમાં આવવાની શરત
મળતી માહિતી મુજબ, પીડિત મહિલાના સંતાનનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (School Leaving Certificate - LC) મેળવવા માટે તેણે નડિયાદની એક શાળામાં અરજી કરી હતી. આ કામ માટે ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલાએ મહિલાને રૂબરૂ મળવા દબાણ કર્યું હતું અને અંતે અમદાવાદની એક હોટલમાં બોલાવી હતી. આચાર્યએ સત્તાનો દુરુપયોગ કરી બાળકનું ભવિષ્ય સુધારવાને બદલે મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
Ahmedabad: બજરંગ દળના કાર્યકરોનો દરોડો અને પર્દાફાશ
આ સમગ્ર મામલે શંકા જતાં બજરંગ દળ (Bajrang Dal) ના કાર્યકરોને જાણ કરવામાં આવી હતી. કાર્યકરોએ વટવા GIDC (Vatva GIDC) વિસ્તારમાં આવેલી હોટલ પર પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યાં આચાર્ય અને મહિલા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આશ્ચર્યજનક રીતે આચાર્ય પાસેથી સ્કૂલના સત્તાવાર LC બુક (LC Register Book) ના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા, જે નિયમ વિરુદ્ધ શાળાની બહાર લાવવામાં આવ્યા હતા.
પોલીસ કાર્યવાહી અને તપાસનો ધમધમાટ
ઘટના બાદ બજરંગ દળના કાર્યકરો અને પીડિત મહિલા દ્વારા વટવા GIDC પોલીસ સ્ટેશન (Vatva GIDC Police Station) ખાતે આચાર્ય વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. મહિલાએ જાહેરમાં આક્ષેપ કર્યો છે કે આચાર્ય તેને સતત પરેશાન કરી રહ્યા હતા. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Kheda: ભણતરના નામે જોખમ! ખંભાલી શાળામાં વિદ્યાર્થીને ટાંકી સાફ કરાવતાં હાથમાં ફ્રેક્ચર!
મહિલાના ગંભીર આક્ષેપ
મહિલાએ આક્ષેપ કર્યો છે કે મને એ રીતે ફસાવવામાં આવી છે કે મારા સંતાનો હોસ્ટેલમાંથી ભાગી જતાં હોવાથી LC મેં કઢી આપવા વિનંતી કરી હતી. જેથી મેં આચાર્યને LC કાઢી આપવા મેસેજમાં વિનંતી કરી હતી. પછી તેમને ખોટા મેસેજ કરવાનું શરુ કર્યું. હોટલમાં એકવાર મુલાકાત કરો. તેવા આક્ષેપ કર્યા. મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો કે નડિયાદ બેંકમાં પણ લઈ ગયા હતા. જ્યાં મારું આધારકાર્ડ લઈ સામાન્ય કાગળ પર સહીં કરાવી હતી અને કહ્યું કે આ ફર્સ્ટ અને લાસ્ટ મુલાકાત છે પછી તમે એકલા આવજો એમ કહી બોલાવી હતી. મહિલાના આક્ષેપ બાદ ખળભળાટ મચ્યો છે.
આ પણ વાંચોઃ Kheda: વિદ્યાર્થીના આપઘાત મામલે દિનશા પટેલ નર્સિંગ કોલેજના આચાર્ય સહિત 5 સામે ફરિયાદ
આ પણ વાંચોઃ Kheda: "અમે અઠવાડિયાથી ઊંઘતા નથી!", નડિયાદ કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ કેમ ભયભીત?


