Ahmedabad: નારણપુરામાં AMTS બસની બ્રેક ફેઈલ, 3 વાહનોને લીધા અડફેટે, બાઈકચાલક ઈજાગ્રસ્ત
- Ahmedabad માં AMTS બસની બ્રેક ફેઈલ થતા અકસ્માત
- નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે સર્જાયો અકસ્માત
- બેકાબૂ બસે કાર અને 3 વાહનોને લીધા અડફેટે
Ahmedabad Accident: અમદાવાદ શહેરના નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે આજે બપોરના સમયે એક ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. AMTS ની રૂટ નંબર 400 ની બસની અચાનક બ્રેક ફેઈલ (Brake Failure) થઈ જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી આ બસે રસ્તા પર જઈ રહેલી એક કાર અને ટુ વ્હિલરને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં અચાનક બનેલી આ ઘટનાને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
Ahmedabad Accident: બાઈક સવારને હોસ્પિટમલાં ખસેડાયો
અકસ્માતને પગલે રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઈક સવારને ગંભીર ઈજાઓ (Serious Injuries) પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે અન્ય વાહનોમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ વાહનોને ભારે નુકસાન થયું છે.
Rajktot: સગીરા પર દુષ્કર્મ ગુજારનાર 3 નરાધમોને 20 વર્ષની સખત કેદ, કોણ છે ગુનેગારો?
જાહેર પરિવહન સેવા સામે ઉઠતા સવાલો
શહેરમાં વારંવાર બનતા AMTS અને BRT બસોના અકસ્માતોને કારણે હવે મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા થયા છે. નારણપુરા જેવા ગીચ વિસ્તારમાં જો બસની ઝડપ વધુ હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. પ્રાથમિક માહિતી અનુસાર બસચાલકને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: હિન્દુ-મુસ્લિમ લગ્ન મુદ્દે કોર્ટ બહાર VHP ના કાર્યકરોનો વિરોધ, જાણો મામલો


