Ahmedabad Crime News: સ્પામાં ચાલતી હતી ડ્રગ્સ અને દેહવેપારની મહેફિલ, મેનેજરની હત્યા બાદ મોટો ખુલાસો
Ahmedabad Crime News: અમદાવાદ શહેરના નાની ચિલોડાથી દહેગામ રોડ પર આવેલા વિશાલા એમ્પાયર (વિશાલા એવન્યુ) કોમ્પ્લેક્ષમાં ચાલતા 'ત્રિશા સ્પા'માં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. સ્પામાં મેનેજર તરીકે કામ કરતા એક યુવકની હત્યા કરી દેવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
Advertisement
Ahmedabad Crime News: અમદાવાદ શહેરના નાની ચિલોડાથી દહેગામ રોડ પર આવેલા વિશાલા એમ્પાયર (વિશાલા એવન્યુ) કોમ્પ્લેક્ષમાં ચાલતા 'ત્રિશા સ્પા'માં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. સ્પામાં મેનેજર તરીકે કામ કરતા એક યુવકની હત્યા કરી દેવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સ્પાના ચોથા માળેથી યુવકને ધક્કો મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ નરોડા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.

