નરોડા GIDC નજીકથી આરોપી ઝડપાયો
નરોડા GIDC નજીક પોલીસે કાર્યવાહી કરીને હરેશ સૈન નામના શખ્સને પકડી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નરોડા પોલીસે વિસ્તારમાં વોચ ગોઠવી હતી. બાતમી મુજબ શંકાસ્પદ હિલચાલ ધરાવતા શખ્સ પર નજર રાખવામાં આવી રહી હતી.
ખાનગી ટ્રાવેલ્સ મારફતે અમદાવાદ પહોંચ્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ખાનગી ટ્રાવેલ્સ મારફતે ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ પહોંચ્યો હતો. ત્યારબાદ તે નરોડા GIDC નજીક પહોંચ્યો હતો. જોકે, પોલીસે અગાઉથી મળેલી બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી મળેલા 234 ગ્રામ કોકેઈનને પોલીસે કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે.
₹1.17 કરોડથી વધુનું કોકેઈન જપ્ત
નરોડા પોલીસે જપ્ત કરેલા કોકેઈનની અંદાજિત બજાર કિંમત ₹1.17 કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. મોટી માત્રામાં કોકેઈન ઝડપાતા પોલીસ દ્વારા ડ્રગ્સના નેટવર્ક અંગે તપાસ તેજ કરવામાં આવી છે. આરોપી આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું?
હાલ પોલીસનું મુખ્ય ફોકસ આરોપી પાસેથી મળેલા ડ્રગ્સના જથ્થાને કોને પહોંચાડવાનો હતો તે શોધવા પર છે. આરોપીની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકોના નામ સામે આવે તેવી શક્યતા છે. પોલીસે આ મામલે વધુ લોકોની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
NDPS એક્ટ હેઠળ કાર્યવાહી
નરોડા પોલીસે સમગ્ર મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની ધરપકડ બાદ તેની પાસેથી ડ્રગ્સની હેરફેર અંગે મહત્વની માહિતી મેળવવા માટે પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Bhayli Gangrape Case: સજાની દલીલો પૂર્ણ, 31 ઓગસ્ટે સજા સંભળાવશે કોર્ટ
આ પણ વાંચોઃ Ghost Demolition: નાના ચિલોડા નકલી ડિમોલિશન મામલે વિવાદ વકર્યો, AMC નામે કોણ ડિમોલિશન કરી ગયું?