Ahmedabad Milk Theft: સાવધાન! અમદાવાદમાં વહેલી સવારે સક્રિય થાય છે 'દૂધ ચોર', જુઓ આ વાયરલ વીડિયો
- અમદાવાદના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારની ચોંકાવનારી ઘટના (Ahmedabad Milk Theft)
- યુનાઇટેડ સ્કૂલ આસપાસની ડેરીઓ બની રહી છે નિશાન
- વહેલી સવારે 5:20 વાગ્યે અમૂલ પાર્લર પરથી થઈ ચોરી
- અજાણ્યા શખ્સો આશરે 100 લિટર દૂધ ઉઠાવી ગયા
- દૂધની ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ
Ahmedabad Milk Theft : અમદાવાદ (Ahmedabad) શહેરમાં ચોરીના અનેક કિસ્સાઓ રોજેરોજ સામે આવતા રહે છે, પરંતુ હવે ન્યૂ વસ્ત્રાલ (New Vastral) વિસ્તારમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. અહીં ચોરોએ સોના-ચાંદી કે રોકડની નહીં પરંતુ દૂધની ચોરી (Milk Theft) કરી છે. વહેલી સવારે છાપેમાર રીતે થતી આ ચોરીઓના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Ahmedabad Milk Theft : યુનાઇટેડ સ્કૂલ પાસેની ડેરીઓ નિશાન પર
પ્રાપ્ત વિગતો અનુસાર, ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી યુનાઇટેડ સ્કૂલ (United School) ની આસપાસના વિસ્તારોમાં દૂધના કેરેટની ચોરીની ઘટનાઓ સતત વધી ગઈ છે. અજાણ્યા ચોર વારંવાર વહેલી સવારે ડેરીઓ અને દૂધના પાર્લરોની બહાર મૂકવામાં આવતા દૂધના કેરેટને પોતાનો સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યા છે. દૂધની ગાડી વહેલી સવારે કેરેટ મૂકીને જાય છે અને ડેરી માલિકો જ્યારે દુકાન ખોલવા આવે ત્યારે તેમને ખબર પડે છે કે સામાન ગાયબ છે.
100 liters of milk stolen from Amul Parlour in New Vastral Ahmedabad
Ahmedabad | Amul Parlour બહારથી 100 લિટર દૂધની ચોરી! | Gujarat First
Ahmedabad ના New Vastral Area માં વહેલી સવારે દૂધની ચોરી
United School આસપાસની ડેરીઓમાંથી દૂધના કેરેટની ચોરી
અજાણ્યા ચોર વારંવાર વહેલી… pic.twitter.com/IAic4FP1LJ— Gujarat First (@GujaratFirst) February 21, 2026
100 લિટર દૂધની ચોરી CCTV માં કેદ
ગત રાત્રે અથવા વહેલી પરોઢે વધુ એક મોટી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. ન્યૂ વસ્ત્રાલના એક અમૂલ પાર્લર (Amul Parlor) પર સવારે 5:20 વાગ્યાની આસપાસ એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને દુકાન બહાર પડેલા દૂધના કેરેટમાંથી આશરે 100 લિટર દૂધ (100 Liters Milk) ચોરી ગયો હતો. આટલી મોટી માત્રામાં દૂધ ચોરાતા ડેરી સંચાલકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
CCTV ફૂટેજ થયા વાયરલ
ચોરીની આ સમગ્ર ઘટના પાર્લરની બહાર લાગેલા સીસીટીવી કેમેરા (CCTV Camera) માં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં ચોર બિન્દાસપણે દૂધના કેરેટ ઉઠાવી જતો સ્પષ્ટ જોવા મળે છે. હાલ આ ચોરીના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સ્થાનિક દુકાનદારોએ પોલીસ પાસે માંગ કરી છે કે આ ગેંગને જલ્દીથી પકડી પાડવામાં આવે.
આ પણ વાંચો : Jasdan Leopard Attack: રાજકોટના જસદણમાં દીપડાનો હુમલો, જડિયા મહાદેવના મહંત લોહીલુહાણ


