ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad News : ઘર કંકાસમાં પત્ની, સાસુ - સસરા અને સાળાએ સાથે મળીને જમાઈને એસિડ પીવડાવીને કરી હત્યા

પતિ-પત્ની વચ્ચે થયેલા ઘર કંકાસએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું. જેમાં એક યુવકને મારમારીને એસિડ પીવડાવી હત્યા કરવામાં આવી. આ ચકચારી ધટના માધુપુરા વિસ્તારની છે. ધટનાની વાત કર્યે તો ગીતામંદિર પાસે રહેલા પ્રહલાદભાઈ વાઘેલા પોતાની પત્ની શિલ્પા રિસાઈને પિયર જતી રહી...
03:45 PM Aug 12, 2023 IST | Dhruv Parmar
પતિ-પત્ની વચ્ચે થયેલા ઘર કંકાસએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું. જેમાં એક યુવકને મારમારીને એસિડ પીવડાવી હત્યા કરવામાં આવી. આ ચકચારી ધટના માધુપુરા વિસ્તારની છે. ધટનાની વાત કર્યે તો ગીતામંદિર પાસે રહેલા પ્રહલાદભાઈ વાઘેલા પોતાની પત્ની શિલ્પા રિસાઈને પિયર જતી રહી...

પતિ-પત્ની વચ્ચે થયેલા ઘર કંકાસએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું. જેમાં એક યુવકને મારમારીને એસિડ પીવડાવી હત્યા કરવામાં આવી. આ ચકચારી ધટના માધુપુરા વિસ્તારની છે. ધટનાની વાત કર્યે તો ગીતામંદિર પાસે રહેલા પ્રહલાદભાઈ વાઘેલા પોતાની પત્ની શિલ્પા રિસાઈને પિયર જતી રહી હતી તેને મનાઈને ઘરે પરત લાવવા પ્રહલાદભાઈ માધુપુરાના સાસરી ગયા હતા.

તેઓને સપને ખ્યાલ નહિ હોય કે તેમનો આ અંતિમ દિવસ હશે. રિસાયેલી પત્નીને મનાવતા અચાનક પત્ની ઉશ્કેરાઈ ગઈ અને બન્ને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો. આ ઝઘડાની અદાવતમાં પત્ની શિલ્પા સાસુ શકુ પરમાર,સસરા મનોજ અને કૌટુંબિક સાળા દિપક પરમારે પ્રહેલાદભાઈને મૂઢ મારમાર્યો. જે બાદ ઘરની નીચે લઈ જઈ ચારેય લોકોએ ભેગા મળી પ્રહલાદભાઈને એસિડ પીવાડી દીધું હતું..સારવાર દરમિયાન પ્રહલાદભાઈ મોત થતા હત્યાનો ગુનો નોંધાયો છે.

માધુપુરા પોલીસ સ્ટેશનના PI આઈ.એન. ધાસુરા એ જણાવ્યુ હતું કે મૃતક પ્રહલાદભાઈ અને પત્ની શિલ્પના લગ્ન 2010 માં થયા હતા. તેઓને સંતાન માં બે દીકરીઓ છે. બન્ને પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસ અને પારિવારિક ઝઘડો ચાલતો હતો. જેથી છેલ્લા એક મહિનાથી પત્ની શિલ્પા પોતાના પિયર માધુપુરા જતા રહ્યા હતા. મૃતક પ્રહેલાદ ભાઈ પત્નીને ઘરે પરત લાવવા અનેક પ્રયત્નો કર્યા પરતું પત્ની પરત નહિ આવતા પ્રહલાદભાઈ 11 ઓગસ્ટ રાત્રી પત્નીને લેવા જતા રહ્યા હતા..આજ રાત્રે પત્ની અને સાસરિયાએ મળીને એસિડ પીવડાવીને હત્યા કરી દીધી હતી..હત્યા બાદ તમામ લોકો ઘરબંધ કરી ફરાર થઈ જતા માધુપુરા પોલીસે તેઓની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકના પરિવાજનો પત્ની શિલ્પના પરિવાર વિરુદ્ધ આક્ષેપ કર્યા છે કે અગાઉ પણ ઝઘડામાં જીવલેણ હુમલો પરિવાર પર કરી ચુક્યા છે..મહત્વનું છે કે પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસએ સુખી માળો વિખેરી નાખ્યો છે ,ગુસ્સા અને ઉશેકરાટ માં શિલ્પાએ પોતાના પતિની જ હત્યા કરીને બે દીકરીના માથા પરથી પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે... હાલમાં પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી.

અહેવાલ : પ્રદીપ કચિયા, અમદાવાદ

આ પણ વાંચો : Ahmedabad Crime : કારમાં MLA ગુજરાતનું બોર્ડ લગાવી રોફ જમાવતા બે યુવકની સરખેજ પોલીસે ધરપકડ કરી

Tags :
AhmedabadAhmedabad NewsCrimedrinking acidMadhupura Police
Next Article