Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: 'અમે ખરીદી માટે ઉભા હતા અને ગાડી ચઢાવી દીધી', વિરલ ચૌધરીના પાપે વિખેરાયો વસોયા પરિવારનો માળો, જનેતા વગરનાં થયાં ટ્વિન્સ

અમદાવાદના નિકોલમાં વિરલ ચૌધરીની કાર સાથે સંકળાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુઆંક ત્રણ થયો છે. સારવાર દરમિયાન સ્નેહલબેન વસોયાનું મોત થતાં તેમના ત્રણ વર્ષનાં જોડિયાં બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. પતિ કાર્તિકભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ફેબ્રુઆરીમાં બાળકોનો જન્મદિવસ ઉજવવાનાં સપનાં અધૂરાં રહ્યાં છે. શોકગ્રસ્ત પરિવારજનોએ આરોપી વિરલ ચૌધરીને ફાંસીની સજા આપવાની માગ કરી છે.
ahmedabad   અમે ખરીદી માટે ઉભા હતા અને ગાડી ચઢાવી દીધી   વિરલ ચૌધરીના પાપે વિખેરાયો વસોયા પરિવારનો માળો  જનેતા વગરનાં થયાં ટ્વિન્સ
Advertisement

Ahmedabad Accident: અમદાવાદના નિકોલ વિસ્તારમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે ત્રણ નિર્દોષ લોકોની જિંદગી છીનવી લીધી છે. વિરલ ચૌધરી (Viral Chaudhary) ની કારથી થયેલા અકસ્માતમાં ફૂટપાથ પર વેપાર કરતા બે લોકોનાં મોત બાદ હવે સારવાર હેઠળ રહેલા સ્નેહલબેન વસોયા (Snehalben Vasoya) નું પણ મોત નીપજ્યું છે. આ સાથે અકસ્માતનો મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. તહેવારની ખરીદી કરવા નીકળેલા વસોયા પરિવાર માટે આ ઘટના કાળ બનીને આવી છે. સ્નેહલબેનના પતિ કાર્તિકભાઈ વસોયા પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Tags :
Advertisement

.

×