Ahmedabad: ‘મહિલા કાયદાઓ અને યોજના’ વિષય ઉપર એક દિવસીય કાર્યક્રમ યોજાયો
- મહિલાઓ માટે સરકારી યોજનાઓ અને કલ્યાણ કાર્યક્રમો
- કાયદાકીય સમર્થન દ્વારા મહિલાઓનું સશક્તિકરણ
- કુલપતિની અધ્યક્ષતામાં એક દિવસીય કાર્યશાળાનું આયોજન
Ahmedabad: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તથા જેન્ડર રિસોર્સ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણ, કમિશનરની કચેરીના સંકલનમાં અમલી “સેતુ કાર્યક્રમ” "મહિલા કાયદાઓ (POSH એક્ટ 2013) અને યોજના" વિષય ઉપર કુલપતિ પ્રો.અમીબહેન ઉપાધ્યાયની અધ્યક્ષતામાં એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીના કુલપતિએ અધ્યક્ષીય ઉદ્દ્બોધન આપ્યું
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. અમીબહેન ઉપાધ્યાયએ અધ્યક્ષીય ઉદ્દ્બોધન આપ્યું. જેમાં તેમણે કહ્યું કે, ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સેકસ્યુઅલ હેરેસમેન્ટનું કોઈ સ્થાન નથી. જે પણ મહિલાઓની સાથે કાર્યસ્થળ ઉપર કોઈપણ પ્રકારની જાતીય સતામણી થાય છે તેનો સામનો કરવા માટે જાગૃત થવા પ્રેરિત કર્યા હતાં’.
મુખ્ય વક્તા તરીકે મૌનાબહેન ભટ્ટ ઉપસ્થિત રહ્યાં
પ્રથમ સત્રમાં સેતુ કાર્યક્રમના નોડલ ઓફિસર પ્રો. પ્રિયાંકીબહેન વ્યાસ દ્વારા પ્રાસંગિક ઉદબોધન અને વાક્તાશ્રીનો પરિચય આપવામાં આવ્યો હતો. મુખ્ય વક્તા તરીકે મૌનાબહેન ભટ્ટ, જસ્ટીસ ગુજરાત હાઈકોર્ટ, તેઓએ PPT અને વીડિયોના માધ્યમથી ખુબ જ સરળ રીતે મહિલાલક્ષી કાયદાઓ વિશે જાણકારી આપી હતી. જેમાં તેમને મહિલા કાયદાઓ (POSH એક્ટ 2013) અને યોજના વિશે પણ માહિતી આપી હતી.આ સાથે મહિલાઓ સાથે થતાં સેકસ્યુઅલ હેરેસમેન્ટ કયા છે અને તેનો સામનો કરવા માટે કાયદામાં કેવા પ્રકારની જોગવાઈઓ છે? તેના વિશે પણ માહિતી આપી હતી તેઓએ ખાસ કહ્યું કે, કાયદાનો ક્યારેય દૂરઉપયોગ ન થાય એ વાત ઉપર ભાર મુક્યો હતો.
આ પણ વાંચો: Gujarat: રાજ્યના 24 IAS અધિકારીઓને બઢતી અને બદલીના ઓર્ડર, વાંચો આ મોટા સમાચાર
આ કાર્યક્રમમાં ખાસ લોકો હાજર રહ્યા હતાં
આ કાર્યક્રમના અંતમાં ડૉ. નિશાબહેન જોષી, (ડાયરેક્ટર એસ.ડી)એ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના દરેક શૈક્ષણિક, બિનશૈક્ષણિક અને સફાઈ કર્મચારીઓએ ભાગ લીધો હતો. પ્રથમ સત્રનું સંચાલન દિવ્યા બહેન દરજી દ્વારા કરવામાં આવ્યું હતું. દ્રિતીય સત્રમાં હેમલતાબહેન ભટ્ટ જેઓ GTU અમદાવાદ ના લીગલ એક્સપર્ટ અને મૈત્રીબહેન ત્રિવેદી, લીગલ આસિસ્ટન્ટ, BAOU મુખ્ય વક્તા તરીકે જોડાયા હતા.
આ પણ વાંચો: કેન્દ્રીય બજેટ 2025-26 ગુજરાત માટે કેટલું ફાયદાકારક? વાંચો અહેવાલ
મહિલાલક્ષી યોજનાઓ વિશે જાણકારી આપી
હેમલતાબહેન ભટ્ટએ pptના માધ્યમથી સરકારમાં કયા પ્રકારની મહિલાલક્ષી યોજનાઓ છે તેના વિશે જાણકારી આપી હતી. તેઓએ આ યોજના ઓ દ્વારા કેવા લાભો મળી શકે છે? અને આ યોજનાઓ વિશે ક્યાં થી માહિતી મળી શકે છે? તે વિશે માહિતી આપી હતી. આ સાથે મૈત્રીબહેન ત્રિવેદીએ pptના માધ્યમથી ડોમેસ્ટીક વાયલેન્સ એક્ટ 2005 અને PoSH એક્ટ 2013 વિશે જાણકારી આપી અને આ એક્ટ અંતર્ગત ક્યાં પ્રકારના ગુનાઓ આવે છે તેની પણ માહિતી આપી હતી. તેઓએ રાજા શાન્તનુંની વાર્તા કહી જણાવ્યું કે પહેલાના જમાનામાં મહિલાઓ કેટલી પ્રભાવશાળી હતી. આ કાર્યક્રમનું સફળ આયોજન સેતુ કાર્યક્રમના નોડલ ઓફિસર પ્રો. પ્રિયાંકીબહેન વ્યાસ પ્રો અને ડૉ. નિશા જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. દ્રિતીય સત્રનું સંચાલન ડૉ. ભાગ્યશ્રીબહેન રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો