Ahmedabad : તમારા ઘરે પણ 'પેટ ડોગ' છે, તો આ સમાચાર જરૂર વાંચો નહીંતર થશે મોટું નુકસાન!
- Ahmedabad માં પેટ ડોગ રજિસ્ટ્રેશન લઈને AMC એક્શન મોડમાં
- 31 માર્ચ સુધીમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ કરાયો
- 31 માર્ચ બાદ રજિસ્ટ્રેશન પેનલ્ટી સાથે દંડની રકમ વસૂલાશે
- રજિસ્ટ્રેશન ન કરાવેલ માલિકનું પાણી અને ગટર કનેક્શન કપાઈ શકે છે
અમદાવાદમાં (Ahmedabad) રહેતા શ્વાન માલિકો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. પેટ ડોગ રજિસ્ટ્રેશન (Pet Dog Registration) અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવ્યું છે. 31 માર્ચ સુધીમાં પેટ ડોગ રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવવાનો એએમસી દ્વારા આદેશ કરાયો છે. જો 21 માર્ચ પછી રજિસ્ટ્રેશન કરાવેલું નહીં હોય તો પેનલ્ટી સાથે દંડની રકમ વસૂલાશે. સાથે પેટ ડોગ માલિકનાં ઘરનું પાણી અને ગટર કનેક્શન પણ કાપવામાં આવી શકે છે.
આ પણ વાંચો - Ahmedabad : જાણીતી રેસ્ટોરન્ટમાંથી મંગાવ્યા છોલે ભટૂરે પણ થયો કડવો અનુભવ!
હાથીજણની ઘટના બાદ AMC એક્શન મોડમાં!
અમદાવાદમાં (Ahmedabad) હાથીજણ વિસ્તારની ઘટનાએ આખા શહેરને હચમચાવી દીધું હતું. એક પાલતુ શ્વાન દ્વારા માત્ર 4 મહિનાની બાળકી પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો અને ગંભીર ઇજાઓનાં કારણે સારવાર દરમિયાન માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવ્યું છે. એએમસી દ્વારા તમામ પેટ ડોગ રાખનારા તમામ લોકોને પેટ ડોગનું રજિસ્ટ્રેશન (Pet Dog Registration) કરાવવા માટે આદેશ કરાયો છે.
આ પણ વાંચો - Chhota Udepur : ખનન માફિયાઓ સામે 150 લોકોની 'જનતા રેડ', 27 ડમ્પર-2 મશીન જપ્ત
31 માર્ચ સુધીમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા આદેશ
માહિતી અનુસાર, 31 માર્ચ સુધીમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા આદેશ કરાયો છે. જો 31 માર્ચ સુધીમાં રજિસ્ટ્રેશન થયેલું નહીં હોય તો પેનલ્ટી સાથે દંડની રકમ વસૂલાશે. સાથે જ રજિસ્ટ્રેશન ન કરાવેલ માલિકના ઘરનું પાણી અને ગટર કનેક્શન પણ કાપવમાં આવી શકે છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ (Devang Dani) જણાવ્યું કે, આવનાર દિવસમાં રજિસ્ટ્રેશન લઈને ઝુંબેશ હાથ ધરાશે. માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં 5 હજાર 171 પેટ ડોગ માલિક છે અને 5,878 પેટ ડોગ રજિસ્ટ્રેશન થયા છે. છેલ્લા બે દિવસમાં 297 માલિકે 330 પેટ ડોગનાં રજિસ્ટ્રેશન કરાવ્યા છે.
આ પણ વાંચો - Vadodara : MLA કેતન ઇનામદારના પત્રથી હડકંપ, મેરાકુવા દૂધ મંડળીમાં નાણાકીય કૌભાંડનો પર્દાફાશ!