Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ahmedabad: પરીક્ષા પહેલા જ પ્રભુદાસ ઠક્કર કોલેજ સીલ! શું છે કારણ?

Ahmedabad College Seal: પાલડી વિસ્તારની પ્રભુદાસ ઠક્કર કોલેજને 11.77 લાખ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી AMCએ સીલ કરી છે. પરીક્ષાના સમયે હોલ ટિકિટ વહેંચણી અને અભ્યાસ અધૂરો હોવા છતાં થયેલી આ કાર્યવાહીથી વિદ્યાર્થીઓ પરેશાન છે. અધ્યાપક મંડળે વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક સીલ ખોલવા રજૂઆત કરી છે.
ahmedabad  પરીક્ષા પહેલા જ પ્રભુદાસ ઠક્કર કોલેજ સીલ  શું છે કારણ
Advertisement
  • Ahmedabad College Seal: પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ–કોમર્સ કોલેજ સીલ
  • પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી પરીક્ષા પૂર્વે કાર્યવાહી
  • વિદ્યાર્થીઓના હિતમાં સીલ ખોલવાની માંગ ઉઠી

Ahmedabad College Seal: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ટેક્સ વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે શહેરના પાલડી (Paldi) વિસ્તારમાં આવેલી જાણીતી પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ અને કોમર્સ કોલેજ (Prabhudas Thakkar Arts & Commerce College) ને સીલ કરવામાં આવતા શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. લાખો રૂપિયાનો ટેક્સ બાકી હોવાને કારણે તંત્રએ આ આકરૂં પગલું ભર્યું છે.

  11.77 લાખનો ટેક્સ બાકી!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર, આ કોલેજ દ્વારા લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ (Property Tax) ભરવામાં આવ્યો નહોતો. કોલેજ વહીવટી તંત્ર પાસે કુલ 11 લાખ 77 હજાર રૂપિયા જેટલી માતબર રકમનો ટેક્સ લેણો નીકળતો હતો. વારંવાર નોટિસ આપવા છતાં ટેક્સની ભરપાઈ ન થતા અંતે એએમસીની ટીમે આજે કોલેજ પરિસર પહોંચીને મુખ્ય દરવાજે સીલ (Sealed) મારી દીધું હતું.

Advertisement

Ahmedabad College Seal: પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે વિદ્યાર્થીઓની મધ્યસત્ર પરીક્ષાઓ (Mid-term Exams) નજીક છે. હાલમાં જ કોલેજમાં હોલ ટિકિટ (Hall Tickets) ની વહેંચણી ચાલી રહી હતી. કોલેજ સીલ થઈ જતાં વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અંદર જ રહી ગઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, મેનેજમેન્ટ અને કોર્પોરેશનના વિવાદમાં અમારો અભ્યાસ (Education) અને કારકિર્દી જોખમમાં મુકાઈ રહી છે.

Advertisement

આ પણ વાંચોઃ Junagadh: પાલીતાણાનો શખ્સ સ્પર્મ વ્હેલની ઉલટી સાથે પકડાયો, વેચવાનો મનસૂબો નકામ!

અધ્યાપક મંડળ અને વિદ્યાર્થીઓની માગ

કોલેજ સીલ થતાની સાથે જ અધ્યાપક મંડળ (Professors' Association) પણ સક્રિય થયું છે. અધ્યાપકોએ રજૂઆત કરી છે કે અભ્યાસક્રમ હજુ અધૂરો છે અને પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે, તેવામાં કોલેજ બંધ થવાથી મોટી આર્થિક અને શૈક્ષણિક નુકસાની થઈ શકે છે. અધ્યાપકો અને વિદ્યાર્થી સંગઠનોએ માગ કરી છે કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને વહીવટી પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે કોલેજનું સીલ ખોલવામાં આવે.

આ પણ વાંચોઃ Ahmedabad: શહેરીજનો ચેતી જજો! રખડતાં શ્વાનને જ્યાં ત્યાં ખવડાવશો તો...!

Tags :
Advertisement

.

×