Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: પાલડીની જાણીતી શારદા મંદિર સ્કૂલમાં બબાલ: ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ બાખડ્યા, મામલો પોલીસ ચોકીએ પહોંચ્યો!

Sharda Mandir School: અમદાવાદ (Ahmedabad) ના પાલડી (Paldi) વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત શારદા મંદિર સ્કૂલ (Sharda Mandir School) માં ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ વચ્ચે વિદ્યાર્થિની સાથે વાતચીત કરવાના મામલે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી. શાળા પ્રશાસને માફીનામું લખાવી મામલો દબાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આખરે વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
ahmedabad  પાલડીની જાણીતી શારદા મંદિર સ્કૂલમાં બબાલ  ધોરણ 11 12ના વિદ્યાર્થીઓ બાખડ્યા  મામલો પોલીસ ચોકીએ પહોંચ્યો
Advertisement
Ahmedabad: અમદાવાદ શહેરના પોશ ગણાતા પાલડી (Paldi) વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત શારદા મંદિર સ્કૂલ (Sharda Mandir School) માં વિદ્યાર્થીઓ વચ્ચેની સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શાળા કેમ્પસમાં ધોરણ 11 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અને ઝઘડા બાદ મામલો હવે પોલીસ મથકે પહોંચતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે.

વિદ્યાર્થિની સાથે વાતચીત કરવાના મુદ્દે વિવાદ ભડક્યો

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે વાતચીત કરવા બાબતે ધોરણ 11 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ આમને-સામને આવી ગયા હતા. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે સામાન્ય શાબ્દિક બોલાચાલી થઈ હતી, પરંતુ જોતજોતામાં મામલો બિચક્યો હતો અને વિદ્યાર્થીઓના બંને જૂથો વચ્ચે ઉગ્ર ઘર્ષણ તેમજ ધક્કામુક્કી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. શાળા કેમ્પસમાં થયેલા આ હોબાળાથી અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં પણ દોડધામ મચી ગઈ હતી.

શાળા સંચાલકોએ માફીનામું લખાવ્યું, છતાં વાત પોલીસ સુધી પહોંચી

વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર વધી જતાં શાળા સત્તાધીશો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. શાળા પ્રશાસન દ્વારા ઝઘડામાં સંડોવાયેલા બંને જૂથના વિદ્યાર્થીઓને ઓફિસમાં બોલાવીને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળા દ્વારા બંને પક્ષના વિદ્યાર્થીઓ પાસેથી લેખિતમાં માફીનામું (Apology Letter) પણ લખાવી લેવામાં આવ્યું હતું, જેથી મામલો કેમ્પસ પૂરતો જ સીમિત રહે. જોકે, માફીનામું લખાવ્યા બાદ પણ વિદ્યાર્થીઓ વચ્ચેનો તણાવ શમ્યો નહોતો અને આખરે સમગ્ર વિવાદ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઉંબરે પહોંચ્યો હતો.

શાળા પ્રશાસને કેમેરા સમક્ષ બોલવાનો કર્યો ઇનકાર

ઘટના અંગે મીડિયા દ્વારા જ્યારે શારદા મંદિર સ્કૂલના સંચાલકો અને પ્રિન્સિપાલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે શાળા પ્રશાસને સમગ્ર મામલે મૌન સેવી લીધું હતું. શાળાના અધિકારીઓએ કેમેરા સમક્ષ કંઈપણ બોલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને આંતરિક બાબત ગણાવીને પલ્લું ઝાડી લીધું હતું.

પોલીસે શરૂ કરી તપાસ

આ મામલે બંને પક્ષના વાલીઓ પણ સક્રિય થયા છે. વિદ્યાર્થીઓ વચ્ચે વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસે સમગ્ર વિવાદની કડીઓ મેળવીને તપાસ શરૂ કરી છે. શાળામાં સીસીટીવી (CCTV) ફૂટેજ અને પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થીઓના આધારે હકીકત શું હતી તે દિશામાં પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.

×