Ahmedabad: ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ, ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે
- અમદાવાદ (Ahmedabad) ની ગ્રામ્ય કોર્ટને મળી બોમ્બથી ઉડાવાની ધમકી
- ધમકીને પગલે ફાયર વિભાગની ટીમ પહોંચી અમદાવાદ ગ્રામ્યકોટ
- ફાયર ના અધિકારીઓ અને કર્મચારીઓ પહોંચ્યા અમદાવાદ ગ્રામ્યકોટ
- ફાયર વિભાગની ત્રણ કરતાં વધારે ગાડીઓ પહોંચી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ
Ahmedabad: અમદાવાદ (Ahmedabad) શહેરમાં આવેલી ગ્રામ્ય કોર્ટ (Rural Court) ને બોમ્બથી ઉડાવી દેવાની અનામી ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. ધમકી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ અને વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું.
અમદાવાદ (Ahmedabad) ની ગ્રામ્ય કોર્ટને મળી બોમ્બથી ઉડાવાની ધમકી
ધમકીભર્યા કોલ કે મેસેજની જાણ થતા જ ફાયર વિભાગની ત્રણથી વધુ ગાડીઓ તાત્કાલિક અમદાવાદ ગ્રામ્ય કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓનો કાફલો સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે ફાયર ફાઈટર્સ અને ઈમરજન્સી ટીમો સજ્જ કરવામાં આવી છે.
સઘન તપાસ અને સર્ચ ઓપરેશન
ધમકીને પગલે કોર્ટ પરિસરમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત રીતે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. કોર્ટના દરેક ખૂણા, પાર્કિંગ એરિયા અને સંવેદનશીલ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોર્ટમાં હાજર રહેલા વકીલો, પક્ષકારો અને કર્મચારીઓમાં પણ આ ઘટનાને પગલે ફફડાટ જોવા મળ્યો હતો.
અધિકારીઓ હાલમાં આ ધમકી ક્યાંથી અને કોણે આપી તે દિશામાં તપાસ કરી રહ્યા છે. અફવા છે કે કોઈએ જાણીજોઈને ભય ફેલાવવા માટે આ કૃત્ય કર્યું છે, છતાં તંત્ર દ્વારા સુરક્ષામાં કોઈ કચાસ રાખવામાં આવી નથી.
આ પણ વાંચો: Studio on Wheels: પાકિસ્તાને રાખ્યું હતું 50 હજારનું ઈનામ, જાણો એ સપૂતની વાત જેણે દુશ્મનોના દાંત ખાટા કર્યા


