Ahmedabad: હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર મુસાફરોનો ધસારો, એસટી નિગમે દોડાવી એક્સ્ટ્રા બસો
- Ahmedabad: હોળી-ધૂળેટી પર્વની અસર
- ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર પેસેન્જરોની ભારે ભીડ
- શ્રમિકોનું વતન તરફ પ્રયાણ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર જતી બસોમાં ભારે ધસારો
- એસટી નિગમનું મેગા આયોજન, મુસાફરો માટે 300થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવાઈ
- 1000 થી વધુ ટ્રિપ્સનો વધારો, ભીડને પહોંચી વળવા એસટી વિભાગનું વિશેષ સંચાલન
Ahmedabad: હોળી (Holi) અને ધૂળેટીના પર્વ નિમિત્તે અમદાવાદમાં વસતા શ્રમિકો (Workers) અને અન્ય લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ (Bus Stand) પર પેસેન્જરોનો (Passengers) ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પંચમહાલ, ગોધરા, દાહોદ અને સૌરાષ્ટ્ર (Saurashtra) સહિતના વિસ્તારોમાં જવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
Ahmedabad: શ્રમિકોએ પકડી વતનની વાટ
તહેવારની ઉજવણી કરવા માટે શ્રમિકો (Laborers) મોટી સંખ્યામાં અમદાવાદથી પોતાના વતન જઈ રહ્યા છે. બસ સ્ટેશન પર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે. મુસાફરોની આ ભારે ભીડને (Crowd) ધ્યાનમાં રાખીને એસટી વિભાગ (ST Department) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો--- Tharad: થરાદમાં હોળીના તહેવારે મુસાફરોની માઠી દશા, રાજસ્થાન તરફ જતી ખાનગી બસોમાં જીવના જોખમે મુસાફરી
Ahmedabad: એસટી નિગમનું વિશેષ સંચાલન
ભીડને પહોંચી વળવા માટે એસટી નિગમ (ST Corporation) દ્વારા અમદાવાદથી ૩૦૦થી વધુ એક્સ્ટ્રા બસો (Extra Buses) મૂકવામાં આવી છે. આ ઉપરાંત, મુસાફરોની સુવિધા માટે 1 હજારથી વધુ ટ્રિપ (Trips) વધારવામાં આવી છે. તેમ છતાં, મુસાફરોનો ધસારો એટલો વધારે છે કે બસ સ્ટેશન પર ચારેતરફ ભીડ જોવા મળી રહી છે.
Ahmedabad: મુસાફરોને હાલાકી
વધુ પડતા ઘસારાના (Rush) કારણે બસ સ્ટેશન પર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન (Management) કરવામાં આવી રહ્યું હોવા છતાં, મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. તંત્ર દ્વારા મુસાફરોને શાંતિ જાળવવા અને વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
મુસાફરોએ તહેવારના સમયે ભીડથી બચવા માટે શક્ય હોય તો એડવાન્સ બુકિંગ (Advanced Booking) કરાવવું જોઈએ જેથી મુસાફરી (Journey) સુખદ બની શકે.
આ પણ વાંચો--- Navsari : ચાલુ બસે ડ્રાઈવર ફોન પર વાત કરતો હતો અને સર્જાયો અકસ્માત, 11 ઘાયલ


