Ahmedabad : સિવિલમાં યુવકને નગ્ન કરી લોકોએ ફટકાર્યો, આંબાવાડીમાં યુવકને લુખ્ખા તત્વોએ માર માર્યો
- Ahmedabad ની સિવિલ હોસ્પિટલમાં એક યુવકને નગ્ન કરીને લોકોએ માર્યો માર
- છેડતી કરતો હોવાનાં આરોપ હેઠળ લોકોએ યુવકને માર માર્યો, વીડિયો વાઇરલ
- અન્ય ઘટનામાં આંબાવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો
- ચાર શખ્સોએ યુવકને લાકડીથી ઢોર માર માર્યો, સામે કેમ જોવે છે તેમ કહી હુમલો કર્યો
Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) એક યુવકને નગ્ન કરીને લોકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. યુવક દ્વારા છેડતી કરાઈ હોવાનાં આરોપ હેઠળ લોકો દ્વારા યુવકને માર મારવાનું હાલ જાણવા મળ્યું છે. માર માર્યા બાદ લોકોએ યુવકને શાહીબાગ પોલીસને (Shahibaug Police) સોંપ્યો હતો. અન્ય ઘટનામાં આંબાવાડી વિસ્તારમાં (Ambawadi) અસામાજિક તત્વોએ એક યુવકને ઢોર માર માર્યો હતો.
આ પણ વાંચો - Patan : HNGU માં સરકારે ફાળવેલી 20 કરોડની ગ્રાન્ટ પાંછી ખેંચી, જાણો શું કારણ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુવકને નગ્ન કરીને માર્યો માર
યુવકે છેડતી કરતા લોકોએ યુવકને ફટકાર્યો
જાહેરમાં કપડાં કઢાવીને માર માર્યો
યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
લોકોએ યુવકને શાહીબાગ પોલીસને સોંપ્યો#Gujarat #CivilHospital #Crime #ViralNews #ViralVideo #Police… pic.twitter.com/roxFRpxxpM— Gujarat First (@GujaratFirst) March 26, 2025
છેડતી કરતો હોવાનાં આરોપ હેઠળ લોકોએ યુવકને ફટકાર્યો
પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદની (Ahmedabad) સિવિલ હોસ્પિટલમાં એક યુવકને લોકો દ્વારા ઢોર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આરોપ છે કે યુવકે એક યુવતીની છેડતી કરતા તેને નગ્ન કરીને લાકડી-ડંડા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. વાઇરલ વીડિયોમાં એક મહિલા પણ યુવકેને માર મારતા નજરે પડે છે. માહિતી મુજબ, યુવકને માર મારી લોકોએ શાહીબાગ પોલીસને સોંપ્યો હતો. પોલીસે આ મામલે વાઇરલ વીડિયોનાં આધારે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Chhota Udepur : નિયત સમય મર્યાદામાં CCC પરીક્ષા પાસ નહીં કરનારા 15 આરોગ્યકર્મી છૂટા કરાયાં
આંબાવાડીમાં વસ્ત્રાલવાળી...શું ફરી થશે પોલીસની ડંડાવાળી?
આટ આટલી કાર્યવાહી છતાં આવી ઘટના નથી રોકાઈ રહી?@GujaratPolice @AhmedabadPolice #Gujarat #Ahmedabad #GujaratPolice #AhmedabadPolice #Crime #Vastral #GujaratFirst pic.twitter.com/3BaeDGo3kq— Gujarat First (@GujaratFirst) March 26, 2025
આંબાવાડી વિસ્તારમાં યુવકને લાકડીથી ઢોર માર માર્યો
જણાવી દઈએ કે, અમદાવાદના આંબાવાડી વિસ્તારમાંથી (Ambawadi) પણ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં બેફામ બનેલા અસામાજિક તત્વો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ એક યુવકને ઢોર માર મારે છે. વીડિયોમાં દેખાય છે કે, આંબાવાડી સર્કલ પાસે એક યુવકને ચાર શખ્સ લાકડી વડે ઢોર માર મારી રહ્યા છે. માહિતી અનુસાર, નિહાર ઠાકોર નામનાં યુવક પર પાશવી રીતે હુમલો કરાયો હતો. સૌરભ દેસાઈ, વિજય દેસાઈ, ધવલ દેસાઈ અને એક અજાણ્યા ઇસમે હુમલો કર્યાનો આરોપ છે. ફરિયાદી રાત્રે ફરવા નીકળ્યા ત્યારે 'સામે કેમ જોવે છે ?' તેમ કહી હુમલો કર્યો હતો. ફરિયાદી નિહાર ઠાકોર સોલા સિવિલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો - Surat : RTI કરી ખંડણી માંગતા પૂર્વ કોર્પોરેટરને પકડવા SOG ની ટીમનું 'દિલધડક ઓપરેશન'!