અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં નવા 'સાહેબ'ની એન્ટ્રી, 50 નવા PI ની નિમણૂંક અને 13 ની બદલી!
Police Commissioner Order: અમદાવાદ શહેર પોલીસ કમિશનરે (Police Commissioner) વહીવટી ક્ષમતા વધારવા માટે 50 નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને (Police Inspector) વિવિધ પોલીસ સ્ટેશન અને એજન્સીઓમાં નિમણૂંક આપી છે. આ ઉપરાંત, શહેરમાં પહેલેથી કાર્યરત ૧૩ PI ની આંતરિક બદલીના હુકમ પણ કરાયા છે. ૫૦૦થી વધુ PI ની સામૂહિક બદલી બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Advertisement
- અમદાવાદ શહેરમાં નવા આવેલા PI ને પોલીસ સ્ટેશન ફાળવણી કરાઈ
- 50 PI ને વિવિધ પોલીસ સ્ટેશન અને એજન્સીમાં કરાઈ નિમણૂંક
- થોડા સમય પહેલા જ 500થી વધુ PI ની થઈ હતી સામૂહિક બદલી
- અમદાવાદમાં ફરજ બજાવતા 13 PI ની આંતરિક બદલીનો પણ હુકમ
PI Transfer: અમદાવાદ (Ahmedabad) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના હેતુથી પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર (Police Commissioner) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આદેશ મુજબ, શહેરમાં નવા આવેલા 50 પોલીસ ઇન્સ્પેક્ટર (Police Inspector - PI) ને વિવિધ પોલીસ સ્ટેશનો અને મહત્વની એજન્સીઓમાં નિમણૂંક આપવામાં આવી છે.

