Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : સ્વાદના ચટાકીયાઓ ચેતી જજો, આ ગ્રાહકને થયો પીત્ઝા સેન્ટરનો કડવો અનુભવ

Ahmedabad માં બહાર જમવા ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે અને ગ્રાહકે જમવા માટે ઓર્ડર આપ્યો અને ઓર્ડર આપ્યા પછી તે જમવાનું જમે છે અને તેનું ધ્યાન ગાર્લિક બ્રેડ પર પડે છે કેમકે તેમાં હતુ જીવડું અને ગ્રાહકનો પિત્તો ગયો, પછી તેણે આ મામલે પોલીસમાં અરજી કરી છે અને પિત્ઝા સેન્ટર સામે નારાજગી દર્શાવી છે.
ahmedabad   સ્વાદના ચટાકીયાઓ ચેતી જજો  આ ગ્રાહકને થયો પીત્ઝા સેન્ટરનો કડવો અનુભવ
Advertisement
  • Ahmedabad ના સુરધારા સર્કલ પાસે પિત્ઝા સેન્ટર આવેલું છે
  • ગ્રાહકે જમવાનું મંગાવતા નીકળ્યું જીવડું
  • ગ્રાહકે કોર્પોરેશન અને પોલીસને કરી જાણ
  • પિત્ઝા સેન્ટરના મેનેજરે ના આપ્યો ગ્રાહકને સરખો જવાબ
  • કોર્પોરેશન દંડ કરે તેવી માગ ગ્રાહકની

Ahmedabad : અમદાવાદ શહેરમાં આવેલ વસ્ત્રાપુર (vastrapur) વિસ્તારમાં સુરધારા સર્કલ (surdhara circle) પાસે ટોરોનોવા (toronova) કરીને પિત્ઝાની (pizza) દુકાન આવેલી છે અને આ જગ્યાએ ગ્રાહક જમવા માટે જાય છે અને તેણે પિત્ઝા અને ગાર્લિક બ્રેડ (garlic bread ) ઓર્ડર કરી, જમવાનું આવી જાય છે અને ગ્રાહક જમે છે ત્યારે તેનું ધ્યાન જીવડાં પર પડે છે કેમકે, ગાર્લિક બ્રેડની ઉપર જીવડું હતુ ગ્રાહક રોષે ભરાય છે અને મેનેજરને ધ્યાન દોરે છે.

સુરધારા સર્કલ પાસેના પિત્ઝા સેન્ટરનો કડવો અનુભવ

આ પિત્ઝા સેન્ટર અમદાવાદના સુરધારા સર્કલ પાસે આવેલું છે, ટેરાનોવા પિત્ઝા શોપમાં વ્યવસાયે વકીલ એવા ગ્રાહકને આ અનુભવ થયો હતો અને તેમણે પોલીસ અને કોર્પોરેશ વિભાગમાં લેખિતમાં અરજી કરી હતી. મહત્વનું છે કે કોર્પોરેશન વિભાગે હજી આ મામલે કોઈ પગલા લીધા નથી અને દંડ પણ ફટકાર્યો નથી. ત્યારે આ પિત્ઝા શોપના માલિકને કોર્પોરેશ દંડ કરી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

Advertisement

ahmedabad gujarat first

Advertisement

Ahmedabad : ગઈકાલે ITC નર્મદા હોટલમાં સેન્ડવીચમાંથી જીવાત નીકળી

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી જાણીતી ફાઈવ સ્ટાર હોટલ ITC નર્મદામાં ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હોટલમાં નાસ્તો કરવા ગયેલા એક ગ્રાહકે જ્યારે સેન્ડવીચ ઓર્ડર કરી, ત્યારે તેમાં જીવતી જીવાત ફરતી જોવા મળી હતી.આ બેદરકારી બદલ AMCએ હોટલના ફૂડ બિઝનેસ ઓપરેટરને જવાબદાર ઠેરવીને ₹15,000નો દંડ ફટકાર્યો છે. આ સાથે જ હોટલને કડક સૂચના આપવામાં આવી છે કે ભવિષ્યમાં ભોજનની સ્વચ્છતા અને ગુણવત્તા બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો : Ahmedabad: શાહીબાગના વિલિયમ જ્હોન્સ પિઝામાં ડોક્ટરને થયો કડવો અનુભવ, વાળ નીકળતા મચ્યો ભારે હોબાળો

Tags :
Advertisement

.

×