Ahmedabad Plane Crash : અત્યાર સુધી આટલા DNA થયા મેચ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી
- અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ અત્યારસુધી 86 DNA થયા મેચ (Ahmedabad Plane Crash)
- સાંજના 6 સુધી કુલ 86 DNA મેચ થયાની સત્તાવાર પુષ્ટી, ગૃહરાજ્ય મંત્રીએ કર્યું ટ્વીટ
- છેલ્લા કેટલાક કલાકોથી પરિવારજનો DNA મેચ માટે રાહ જોઈ રહ્યા હતા
- હજું પણ કેટલાક DNA મેચ કરવાની કામગીરી થયાવત
Ahmedabad Plane Crash : અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 86 DNA મેચ થયા છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) માહિતી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ માહિતી આપી છે. ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતકોનાં પરિવારજનોને મૃતદેહ સોંપાઈ રહ્યાં છે. સાંજનાં 6 સુધી કુલ 86 DNA મેચ થયાની સત્તાવાર પુષ્ટી થઈ છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : આવતીકાલે એક દિવસીય રાજકીય શોક, રાજકોટમાં આ માર્ગ રહેશે બંધ, વાંચો વિગત
અત્યાર સુધીમાં 86 મૃતદેહોનાં DNA મેચ થયા
સમગ્ર દેશને શોકમગ્ન કરનારી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં (Ahmedabad Plane Crash) મોટા સમાચાર આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે કે અત્યાર સુધીમાં 86 મૃતદેહોનાં DNA મેચ થયા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર લખ્યું કે, ગઈકાલે રાતે 9 વાગ્યા સુધીમાં 19, આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 42 અને સાંજે 6 વાગ્યા સુધીમાં 86 DNA મેચ થયા છે. તેમણે જણાવ્યું કે, પીડિતોની ઓળખ કરવામાં પ્રક્રિયા હાલ પણ ચાલુ છે. અમારી સંવેદના પરિવારો સાથે છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : આવતીકાલે એક દિવસનો રાજકીય શોક, રાજકોટમાં આ માર્ગ રહેશે બંધ
હજું પણ કેટલાક DNA મેચ કરવાની કામગીરી થયાવત
જણાવી દઈએ કે, જેમ ડીએનએ ટેસ્ટની (DNA Test) પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે તેમ મૃતકોનાં પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. સાંજનાં 6 સુધી કુલ 86 DNA મેચ થયાની સત્તાવાર પુષ્ટી થઈ છે. છેલ્લા કેટલાક કલાકોથી પરિવારજનો DNA મેચ માટે રાહ જોઈ રહ્યા હતા. જો કે, હજું પણ કેટલાક DNA મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્ય પોલીસ (Gujarat Police), મેડિકલ ટીમ, ફોરેન્સિક ટીમ, NDRF સહિતના તમામ વિભાગોની કામગીરીને બિરદાવી છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : આવતીકાલે રાજકોટ ખાતે સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા