Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : વધુ એક દુ:ખદ સમાચાર, ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાનું મોત

પ્લેન ક્રેશ દુર્ઘટના સમયે મહેશભાઈ કાલાવાડિયા વાહન લઈ પસાર થતા હતા. દરમિયાન તેમનું મોત થયું હતું.
ahmedabad plane crash   વધુ એક દુ ખદ સમાચાર  ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાનું મોત
Advertisement
  1. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં વધુ એક દુ:ખદ સમાચાર આવ્યા (Ahmedabad Plane Crash)
  2. ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશભાઈ કાલાવાડિયા ઊર્ફે જીરાવાલાનું પણ થયું મોત
  3. દુર્ઘટના બાદથી ગુમ હતા, પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં કરી હતી જાણ
  4. પોલીસે પરિવારજનોનાં DNA સેમ્પલ લીધા હતા અને શોધખોળ આદરી હતી
  5. એક્ટિવાનાં ચેસીસ નંબર અને DNA થી મહેશભાઈની ઓળખ થઈ
  6. પ્લેન ક્રેશ દુર્ઘટના સમયે મહેશભાઈ કાલાવાડિયા વાહન લઈ પસાર થતા હતા

Ahmedabad Plane Crash : અમદાવાદની એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં વધુ એક દુ:ખદ સમાચાર આવ્યા છે. ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશભાઈ કાલાવાડીયા (Maheshbhai Kalavadiya) ઊર્ફે જીરાવાલાનું પણ આ ગોઝારી પ્લેન દુર્ઘટના દરમિયાન મોત થયું હોવાની માહિતી સામે આવી છે. પ્લેન ક્રેશની દુર્ઘટના બાદથી મહેશભાઈ ગુમ હતા. આથી, પરિવારજનોએ નરોડા પોલીસ સ્ટેશનમાં (Naroda Police Station) આ અંગે જાણ કરી હતી. પોલીસે પરિવારજનોનાં DNA સેમ્પલ લીધા હતા. મળેલ મૃતદેહ સાથે પરિવારજનોનાં DNA સેમ્પલ મેચ થતાં ફિલ્મ ડિરેક્ટર મહેશભાઈનું મોત થયું હોવાનું પુરવાર થયું હતું. ભારે હૈયે પરિવારજનો દ્વારા મહેશભાઈની આજે અંતિમ વિધિ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Ahmedabad :બગોદરા-ધોળકા હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત, બે લોકોને ગંભીર ઈજા પહોંચી

Advertisement

એરઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટરનું મોત

અમદાવાદમાં 12 જૂનનાં રોજ એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન ટેક્નિકલ કારણોસર મેઘાણીનગરમાં આવેલ બીજે મેડિકલ કોલેજની (BJ Medical College) મેસ વાળી બિલ્ડિંગ સાથે અથડાયું હતું, જેથી ભયંકર વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 242 થી વધુ લોકોનાં મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં મૃતદેહ એટલી હદે બળી ગયા હતા કે તેમની ઓળખ પણ કરવી મુશ્કેલી બની હતી. આથી, પરિવારજનોનાં DNA સેમ્પલ લઈ મૃતદેહો સાથે મેચ કરી ઓળખ કરવામાં આવી રહી છે અને ત્યાર બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. દરમિયાન, વધુ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં (Ahmedabad Plane Crash) ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશભાઈ કાલાવાડિયા ઊર્ફે જીરાવાલાનું પણ મોત નીપજ્યું હોવાની માહિતી છે.

Advertisement

આ પણ વાંચો - Junagadh : વિસાવદર વિધાનસભા ચૂંટણી અંગે મોટા સમાચાર, આવતીકાલે આ બે બુથ પર પુનઃ મતદાન

પરિવારનાં DNA મેચ થતાં મોત થયાનું પુરવાર થયું

જણાવી દઈએ કે, વિમાન દુર્ઘટના બાદથી ફિલ્મમેકર મહેશભાઈ કાલાવાડીયા ઊર્ફે જીરાવાલા (Maheshbhai Jirawala) ગુમ હતા. આથી, પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ, મહેશભાઈની કોઈ ભાળ નહીં મળતા પરિવારજનોએ તેમના ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં (Naroda Police Station) જાણ કરી હતી. પોલીસે પરિવારજનોનાં ડીએનએ સેમ્પલ લીધા હતા જે મળેલ મૃતદેહ સાથે મેચ થયા હતા. DNA સેમ્પલ મેચ થયા બાદ ફિલ્મ ડિરેક્ટર મહેશ કાલાવાડીયાનું મોત થયું હોવાનું પુરવાર થયું હતું. પોલીસે મૃતદેહને પરિવારનો સોંપ્યો હતો. આજે ભારે હૈયે પરિવારે ફિલ્મમેકર મહેશ જીરાવાલાની અંતિમ સંસ્કારની વિધિ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્લેન ક્રેશ દુર્ઘટના સમયે મહેશભાઈ કાલાવાડિયા વાહન લઈ પસાર થતા હતા. દરમિયાન તેમનું મોત થયું હતું. એક્ટિવાનાં ચેસીસ નંબર અને DNA થી તેમની ઓળખ થઈ હતી.

આ પણ વાંચો - Rajkot : અમિત ખૂંટ કેસમાં દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ ગોંડલ કોર્ટમાં નોંધાવી ફરિયાદ

Tags :
Advertisement

.

×