Ahmedabad Plane Crash : વિમાન દુર્ઘટના અંગે મોટો ધડાકો! સો. મીડિયા પર વાઇરલ થઈ આ પોસ્ટ
- અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે મોટો ધડાકો (Ahmedabad Plane Crash)
- આકાશ વત્સ નામના નાગરિકની એક્સ પર કરી પોસ્ટ
- દુર્ઘટનાગ્રસ્ત થયું તે વિમાનમાં આવ્યો હતો આકાશ
- દિલ્હીથી અમદાવાદ આવ્યો હતો આકાશ વત્સ
- એ જ ફ્લાઈટ બાદમાં અમદાવાદથી લંડન ઉડી હતી
Ahmedabad Plane Crash : આજે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઈંગ 787-8 દુર્ઘટનાગ્રસ્ત થયું. લંડન જતું વિમાન ટેકઓફનાં માત્ર 10 જ મિનિટમાં બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગ (BJ Medical College) સાથે ધડાકાભેર અથડાયું હતું. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ગુજરાતનાં પૂર્વ સીએમ વિજય રૂપાણી (Vijay Rupani) સહિત વિમાનમાં સવાર મોટી સંખ્યામાં નાગરિકોનાં મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર દેશ ભારે શોકમાં છે. દરમિયાન, અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એક મોટો ધડાકો થયો છે.
આ પણ વાંંચો - Ahmedabad Plane Crash: એક જ પરિવારના 5 લોકોના મોત,અંતિમ સેલ્ફી આવી સામે
Ahmedabad Plane Crash : દુર્ઘટના પહેલા મોટો ધડાકો... મુસાફરે બતાવ્યા વિમાનના હાલ...! | Gujarat First@ahmairport @airindia #Ahmedabad #PlaneCrash #PlaneCrash2025 #AhmedabadPlaneCrash #AirportEmergency #FireDepartment #AviationAlert #AirIndia #AhmedabadAirPort #EmergencyResponse… pic.twitter.com/EiDBzd1UAY
— Gujarat First (@GujaratFirst) June 12, 2025
આકાશ વત્સ નામના નાગરિકની એક્સ પર કરી પોસ્ટ
માહિતી અનુસાર, આ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈ આકાશ વત્સ (Akash Vats) નામની વ્યક્તિની એક પોસ્ટ ખૂબ જ વાઇરલ થઈ છે. આકાશ વત્સ નામની પ્રોફાઇલથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર થયેલ પોસ્ટમાં વિમાનની અંદરનાં હાલ બતાવવામાં આવ્યા છે. આકાશ વત્સ પોતે આ વિમાનમાં યાત્રા કરી ચૂક્યો હોવાનો દાવો કરાયો છે. તેણે પોસ્ટમાં દાવો કરી લખ્યું કે, જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તે પ્લેનમાં તેણે પણ મુસાફરી કરી હતી. તે દિલ્હીથી અમદાવાદ (Ahmedabad) આવ્યો હતો. આકાસ વત્સ પોતાની પોસ્ટમાં અલગ-અલગ 4 વીડિયો પોસ્ટ કરાયા છે, જેમાં વિમાનની અંદરનાં દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંંચો - Ahmedabad Plane Crash : પૂર્વ CM વિજય રૂપાણીના નિધનની તારીખને લઈ દુઃખદ સંયોગ! જુઓ છેલ્લી તસવીર-Video
પોસ્ટમાં વિમાનની ખસ્તા હાલત અંગે કરી હતી ફરિયાદ
આકાશ વત્સ (Akash Vats) નામની પ્રોફાઇલથી કરવામાં આવેલ પોસ્ટમાં એર ઇન્ડિયાનાં વિમાનની ખસ્તા હાલત અંગે દાવો કરાયો છે. એર ઈન્ડિયાને (AirIndia) ટેગ કરીને વિમાન અંગે ફરિયાદ પણ કરી છે. આકાશ વત્સ નામની વ્યક્તિ વીડિયોમાં દાવો કરે છે કે વિમાનમાં એસી પણ ચાલતુ નહોતું. રિમોટ અને સીટની સ્ક્રીન પણ કામ કરતા નહોતા. આ પોસ્ટ બાદ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને દુર્ઘટનાને લઈ રોષ વ્યક્ત કરી સવાલ કરી રહ્યા છે.
આ પણ વાંંચો - Ahmedabad Plane Crash : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું, સિવિલ જવા રવાના થયા